Mysamachar.in-જામનગરઃ
ગુરૂવાર એટલે કે આજે 13 ફેબ્રુઆરીના રોજનું ટેરો કાર્ડ્સ પ્રમાણેના રાશિભવિષ્યમાં કેટલીક રાશિના જાતકો માટે મુશ્કેલીઓ ભર્યો રહેશે, જ્યારે કેટલીક રાશિના જાતકોને આર્થિક રીતે ફાયદો કરાવનારો રહેશે. સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિની તો પ્રોફેશનલ રીતે આજે થોડી પરેશાની થઇ શકે છે, પરંતુ અંગત જીવનમાં તમારી ભાવનાત્મકતાના કારણે તમે કોઇ મોટા તણાવથી બચી શકો છો. લોકોને તેમની ખામીઓ સાથે સ્વીકાર કરવાં. વૃષભઃ- અસંતોષ અને પરેશાની બની રહેશે. પરિસ્થિતિમાં બદલાવ આવી રહ્યા છે, તેની સાથે તમે તમારી જાતને પણ બદલવાનો પ્રયાસ કરો. તમારા આવા વ્યવહારથી તમે કોઇ મહત્વપૂર્ણ ડીલથી વંચિત રહી જશો.પ્રિયજન સાથે આજે નરમ વ્યવહાર રાખવો.
મિથુનઃ- પરેશાનીનો જલ્દી ઉકેલ આવશે. અસમંજસની સ્થિતિ ઊભી થઇ શકે છે. કોઇ નિષ્ણાતની સલાહ લેવી. કોઇ જૂના જાણકાર સાથે મુલાકાત થઇ શકે છે. આજે તમને કોઇ નવો અવસર મળશે.આજે કામમાં મન લાગશે નહીં. સંબંધોમાં નિર્ણય લેવામાં દુવિધા થઇ શકે છે. કર્કઃ- કોઇ જરૂરી કામની ડેડલાઇન પૂરી કરવામાં પરેશાની થઇ શકે છે. દુવિધાઓમાં નિર્ણય લેવો નહીં. પરિસ્થિતિ અનુકૂળ થાય તેની રાહ જુઓ. આજે વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઇ નિર્ણયને લઇને દુવિધામાં રહેશો.સિંહઃ- જૂના રોકાણથી લાભ અને જૂની પરેશાનીઓનો ઉકેલ જલ્દી જ મળશે. જીવનમાં ઉન્નતિ કરવા માંગો છો અને લક્ષ્ય પણ વિચારી રાખ્યું છે. પરંતુ મહેનતમાં ઉણપ હોવાના કારણે અનેકવાર નિરાશ થવું પડી શકે છે. જલ્દી જ તમારી મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે.
કન્યાઃ-જૂની યાદોમાં ખોવાઇ રહેવાને બદલે વર્તમાનમાં જીવો. તમને નવા અવસર મળી રહ્યા છે. તમારા જીવનમાં ઉન્નતિ થશે અને આધ્યાત્મિક રૂપથી તમારી વૃદ્ધિ થશે.કામમાં તમારું ફોકસ જાળવી રાખો.પરિવારની સાથે આજે તમે સમય વિતાવશો. તુલાઃ- આજના દિવસે પરિસ્થિતિ સામાન્ય બની રહેશે. આજે તમારે બીજાની વાતોમાં આવવું નહીં. તમારે તમારી સમજણથી જ કામ કરવું. કોઇ અન્ય વ્યક્તિની સલાહ તમારી માટે લાભકારી રહેશે તે જરૂરી નથી.આજ કામમાં ફોકસ જાળવી રાખવું. વૃશ્ચિકઃ- કોઇ વાતના કારણે તણાવમાં રહેશો. બીજાની વાતોથી એટલું પ્રભાવિત રહેવું નહીં. આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં. તણાવ માટે કોઇ નિષ્ણાત કે કાઉન્સલરને જરૂર મળો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
ધનઃ- મિત્રો અને સંબંધીઓને મળવામાં દિવસ વિતશે. વેપારમાં નવા અવસર મળશે. આત્મવિશ્વાસમાં ઘટાડો આવવા દેવો નહીં. નિર્ણય લેતાં પહેલાં એકવાર વડીલોની સલાહ લેવી. ઉન્નતિના યોગ છે. આજે ધનલાભના અવસર પણ તમને મળશે. આજે કોઇ સામાજિક મેલજોલમાં નવા વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.મકરઃ- કામ સમયે પૂર્ણ થશે. જો કોઇ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સારી રીતે તપાસ કરીને જ કોઇ નિર્ણય લેવો. કોઇ સજ્જનને મળવાનો અવસર મળશે. જેના દ્વારા તમારા વિચારોમાં હકારાત્મક પરિવર્તન આવશે. આજનો દિવસ મનમાં થોડી ચિંતાઓ બની રહેશે.કુંભઃ- દિવસ સામાન્ય રહેશે. કોઇ વાતને લઇને ચિંતા બની રહેશે. તેનો જલ્દી જ ઉકેલ મળશે. આજે તમારા કામમાં ફોકસ સારું બની રહેશે. તમારા વેપારમાં ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. મનમાં કોઇપણ પ્રકારનો ભય હોય તો તે દૂર કરો. મીનઃ- આજનો દિવસ તમારી માટે લાભદાયક અને સુખદ રહેશે. જીવનમાં જે અવસરની શોધમાં તમે છો, તે તમને જલ્દી મળશે. તમારા વિચારોને આજે તમારે પોઝિટિવ રાખવાં. પારિવારિક મેલજોલ માટે દિવસ સારો છે.