Mysamachar.in-મોરબી:
મોરબી જીલ્લામાં કરોડોના નાની સિંચાઇ યોજનાનુ કૌભાંડ બહાર આવતા હળવદ-ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્યની સંડોવણી ખુલી હતી અને ધરપકડ બાદ ધારાસભ્ય પરસોતમ સાબરિયા હાલ જેલની હવા ખાઈ રહ્યા છે,
ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હાલ ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવી રહ્યા છે.તેવામાં મોરબી જીલ્લામાં આગામી તા.૮ના રોજ ગરીબ કલ્યાણ મેળાનું રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણીની અધ્યક્ષ સ્થાને આયોજન કરાયુ છે,જેમાં મોરબી જીલ્લાના તમામ સાંસદો,ધારાસભ્યોને આમંત્રણ પાઠવવામા આવ્યું છે,
જેમાં અતિથિ પદે આ ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપવા હળવદ-ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયાનું નામ લખીને તેમને પણ આમંત્રણ પાઠવવામા આવતા ચકચાર જાગી છે,
તંત્રને ખ્યાલ છે કે,મોરબી જીલ્લામાં નાની સિંચાઇ યોજના હેઠળ કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયા જેલમાં છે.પરંતુ લોકપ્રતિનિધિ હોવાથી અને ધારાસભ્ય પદની ગરિમાનો પ્રોટોકોલ જાળવવા માટે આમંત્રણ કાર્ડમાં નામ લખીને ધારાસભ્ય પરસોતમ સાબરીયાને આમંત્રણ આપવાની ઔપચારીક વિધિ કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે,
આમ જેલમાં રહેલ ધારાસભ્ય પરસોતમ સાબરીયા ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપશે કે કેમ તેવા સવાલો વચ્ચે હાલ તો મોરબી જીલ્લામાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.