Mysamachar.in-અમદાવાદ:
ઉનાળામાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેથી હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે અને ઉનાળાની ગરમીનો અનુભવ થવાનો શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, કોઈપણ ઋતુ શરૂ થાય તે પહેલાં ભારત હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવે છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતા જ અનુમાન લગાવવામાં આવ્યું છે કે, લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે.જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું .જેમાં માર્ચથી લઈને મેં મહિનામાં તાપમાન કેટલું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, આ વર્ષે ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે.કારણ કે, રાત્રી અને દિવસ બંને તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાનું અનુમાન છે. જેના કારણે ઉનાળામાં કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.





