Mysamachar.in-જામનગર:
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જ સરકારના મહેસૂલ વિભાગ અને પોલીસ ભ્રષ્ટાચારને કારણે સૌથી વધુ બદનામ હોવાનું સ્ફોટક નિવેદન મામલે સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે,
ત્યારે જામનગર જીલ્લાના જોડીયામાં રેતીચોરી કાંડમાં આ વાતને સમર્થન મળતુ હોય તેમ હપ્તાખોરીના કારણે ખુલ્લેઆમ ખનીજ ચોરીનો ખેલ ચાલતો હોવાનો ચોંકાવનારો ભાંડાફોડ થયો છે,
રેતીચોરી પ્રકરણમાં મળતી સ્ફોટક વિગત મુજબ તંત્ર દ્વારા જ હપ્તા નક્કી કરીને ખુલ્લેઆમ રેતીની ખનીજ ચોરીના રેકેટને અંજામ આપવામાં આવતો હોવાનું જાણવા મળે છે,
આ રેતીના ચર્ચાસ્પદ પ્રકરણમાં સ્થાનિક તંત્રથી માંડીને જામનગર સુધી તમામના હપ્તા રેતીચોરી કરતા તત્વો પહોંચાડતા હોવાથી બધાના મોઢા સિવાઈ ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને આ રેતીચોરી કાંડમાં સ્થાનિક તંત્રનો હેરાન ન કરવા માટે એક ટ્રેક્ટર દીઠ માસિક ૧૫૦૦૦,જામનગરના ત્રણ વિભાગોના કુલ મળીને એક ટ્રેક્ટરના ૩૦ હજાર તો રાજકોટવાળા છૂટાછવાયો હપ્તો લઈ જતાં હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યું છે,
આમ જોડીયા પંથકમાં પર્યાવરણને તેમજ પવિત્ર નદીઓને નુકશાન કરવાનું પાપ તંત્ર,નેતા વગેરે બધા ભેગા મળીને રેતીચોરીના રેકેટમાં ભાગીદાર હોવાથી આજની તારીખે ખુલ્લેઆમ રેતીચોરીનું રેકેટ ચાલુ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો..