Mysamachar.in-જામનગર:
ગતરાત્રીથી જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે સવારે ૬ કલાકે પૂર્ણ થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર જીલ્લાના તાલુકા મથકોના વરસાદના આંકડાઓની વાત કરવામાં આવે તો જામજોધપુરમાં અડધો ઈંચ, જામનગર શહેરમાં 1 ઈંચ, જોડિયા અને ધ્રોલમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે, આ થઇ તાલુકા મથકની વાત હવે જીલ્લાના અલગ અલગ ગામોના પીએચસી સેન્ટરો પર નોંધાયેલ વરસાદના આંકડાઓની વાત કરવામાં આવે તો…
જામનગર તાલુકાના વસઈમાં 1 ઇંચ,મોટી બાણુંગાર 1 ઇંચ, દરેડમાં પોણો ઇંચ
જોડિયા તાલુકાના હડીયાણા 2 ઇંચ,બાલંભા 2 ઇંચ, પીઠડમાં 2 ઇંચ
ધ્રોલ તાલુકાના લતીપુર 2 ઇંચ, જાલીયાદેવાણી 1 ઇંચ,લૈયારા 1 ઇંચ
કાલાવડ તાલુકાના ખરેડી અને મોટાવડાલા 1 ઇંચ,નવાગામ 2 ઇંચ, મોટા પાંચદેવડા 1 ઇંચ
લાલપુર જામજોધપુર તાલુકાના ગામડાઓમાં હળવા ઝાપટાઓ અડધા ઇંચ સુધીના પડ્યા છે