Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રીક મેઘમહેર થી તમામ નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે, એવામાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી જામનગર જીલ્લાના ક્યાં તાલુકાના ક્યાં ગામોમાં કેટલો વરસાદ પડ્યો છે તેના ફલડ કંટ્રોલ રૂમ દ્વારા મળેલા આંકડાઓ પર નજર કરવામાં આવે તો…
જામનગર તાલુકાના વસાઇ ગામે 8 ઇંચ, લાખાબાવળ ગામે 2 ઇંચ, મોટી બાનુગાર, ફલ્લા, જામવંથલી માં એક એક ઇંચ વરસાદ અલીયાબાડામાં 2 ઇંચ, દરેડમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે,..જોડીયાના હડીયાણા અને બાલંભા એક એક ઇંચ, પીઠડમાં 3 ઇંચ, કાલાવડના નિકાવામાં 1 ઇંચ, ખરેડી, ભ.બેરાજા, મોટા પાંચ દેવડા, મોટા વડાળા, માં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે, તો જામજોધપુર તાલુકાના સમાણા 4 ઇંચ, શેઠવડાળામાં 7 ઇંચ, જામવાડીમાં 6 ઇંચ, વાંસજાલીયા 5 ઇંચ, ધુનડા 6 ઇંચ, ધ્રાફામાં 9 ઇંચ, પરડવા 4 ઇંચ તો લાલપુર તાલુકાના પીપરટોડામાં 2 ઇંચ, પડાણામાં 4 ઇંચ, ભણગોરમા 2 ઇંચ, મોટાખદબા ઇંચ, મોડપર અને ડબાસંગમાં સાડાત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.