mysamachar.in-ગાંધીનગર
જસદણ બેઠક ની પેટા ચુંટણી ન માત્ર ઉમેદવાર પણ ભાજપ અને કોંગ્રેસની શાખ પણ દાવ પર લાગેલ હતી,તેવામાં ભાજપની શાખ કુંવરજી આ પેટા ચુંટણીમા જીત મેળવતા સચવાઈ ગઈ છે,એવામાં જ કુંવરજીભાઈ તો હમણા જ પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરી ને આજે શપથ લેવા જઈ રહ્યા છે,ત્યારે શપથ પૂર્વે તેણે એક નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે તે કેટલું સુચક તેના પર રાજકીય વિશ્લેષકો ની નજર મંડાઈ ચુકી છે,
કુંવરજી બાવળિયા એ નિવેદન આપતા કહ્યું કે "કોંગ્રેસના નેતાઓ અને અમુક કાર્યકરો નારાજ થઇ ને મારા સંપર્કમાં છે, હજુ તો લોકસભાની ચુંટણી ને સમય છે"કુંવરજી બાવળિયા ના આ નિવેદન બાદ ચર્ચાઓ એવી પણ શરૂ થઇ છે કે શું ખરેખર કોંગી નેતાઓ અને કાર્યકરો કુંવરજીભાઈ ને ખભે હાથ રાખીને કેસરિયો કરશે કે કેમ અને આવા કોંગી નેતાઓ કોણ તેની પણ ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઇ જતા ભર શિયાળે કોંગ્રેસની છાવણીમાં ગરમાવો આવી જવા પામ્યો છે.