Mysamachar.in-ગુજરાત:
હવે તમારૂં સંતાન પોતાની જિંદગીનાં છ વર્ષ, મોજથી જીવી લેશે પછી જ તેનાં ખભા પર ભણતરનો ભાર મૂકી શકશો. આગામી જૂનથી આ નવી પ્રથા અમલમાં આવશે. અત્યાર સુધી પાંચ વર્ષ પૂર્ણ થયાં બાદ બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ મળતો, હવે આ નવો ફેરફાર લાગુ પડશે. રાઈટ ટુ એજ્યુકેશન એકટ-2009 હેઠળની આ જોગવાઇ ગુજરાત સરકારે 2020 માં સ્વીકારી અને હવે જૂન-2023થી આ જોગવાઇ અમલમાં મૂકવામાં આવશે. પહેલી જૂન-2023 નાં રોજ જો તમારાં સંતાનને 6 વર્ષ પૂર્ણ થયાં હશે તો જ, તે બાળકને આ શૈક્ષણિક સત્રથી ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતમાં દરેક જિલ્લામાં શિક્ષણ અધિકારીઓને આ પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે. દેશભરમાં વિવિધ શૈક્ષણિક બોર્ડમાં બાળકોની ઉંમરમાં એકસૂત્રતા જાળવવા માટે ગુજરાત સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે.






