mysamachar.in-જામનગર:
આ વર્ષ જામનગર શહેરના શહેરીજનો ને પાણી માટે કિલ્લત ભોગવવાનો વારો નહિ આવે તેની પાછળ નું કારણ સૌની યોજના હેઠળ સણોસરા ગામ નજીક આજી-૩ ડેમમાં સૌની યોજના મારફતે પાણી ઠાલવવાની શરૂઆત થઇ ચુકી છે,અને આજ દિવસ સુધીમા ૯૦ એમસીએફટી પાણી ઠાલવાઈ ચૂક્યું છે,જયારે ૬૦૦ એમસીએફટી જેટલું પાણી આજી ૩ ડેમમાં આવી જવાથી શહેરીજનો ને આગામી જુલાઈ માસ સુધી પાણીની પરેશાની નો સામનો કરવો પડશે નહિ તેવો દાવો અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે,.
જામનગરના સણોસરા ગામ નજીક આવેલ આજી-૩ ડેમ..આ ડેમ એ જ ડેમ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સૌની યોજનાનો શુભારંભ કરાવ્યો હતો,આ વર્ષ અપૂરતા વરસાદ ને કારણે જામનગર શહેરને પાણી પુરુ પાડતા જળાશયોમાં થી રણજીતસાગર ડેમ સંપૂર્ણખાલી છે,તો સસોઈ સહીના ડેમોનું પાણી નજીકના દિવસોમાં જ ખાલી થવા પર છે,ત્યારે મનપાએ આગોતરા આયોજનને ભાગરૂપે સરકાર પાસેથી સૌની યોજના હેઠળ ૬૦૦ એમસીએફટી પાણીની માંગ કરી હતી,અને જે ઠાલવવાની શરૂઆત આજી ૩ ડેમ ખાતે થઇ જવા પામી છે.
સૌનીયોજના મારફત આજી-૩ ડેમમાં ૬૦૦ એમસીએફટી પાણી ઠાલવવાની માંગ મનપા દ્વારા કરવામાં આવી હતી,જે અંતર્ગત મચ્છુ બે વાળી સૌની યોજનાની પાઈપલાઈન મારફત આજી ૩ મા પાણીની આવક હાલમાં ચાલુ છે,અને આજ દિવસ સુધીમાં ૯૦ એમસીએફટી પાણી આજી ૩ ડેમમા ઠલવાઈ ચૂક્યું છે,જયારે બાકીનું પાણી આવનાર દિવસો દરમિયાન દૈનિક ધોરણે ઠાલવી અને શહેરમા આગામી સમયમાં થનાર ઘટ્ટનું ૭૦ એમએલડી પાણી દરરોજ પાઈપલાઈન મારફત અહીંથી મેળવવામાં આવશે,અને જુલાઈ સુધી આ પાઈપલાઈન મારફત મળી રહેશે,અને પાણીની કોઈ ઘટ નહિ પડે તેવો દાવો આ પાણી મળવાની શરૂઆત થતા અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે,
હાલ મનપાની દૈનિક જરૂરિયાત ૧૧૦ એમએલડીની છે,તેની સામે પાણી પુરુ પાડતા સ્ત્રોતમા થી રણજીતસાગર ડેમ સંપૂર્ણખાલી છે,તો સસોઈડેમમાં થી દૈનિક ૨૫ એમએલડી,ઉંડ-૧ડેમમાંથી૨૫ એમએલડી અને આજી-૩મા થી ૨૦ એમએલડી ઉપરાંત ૩૫ થી ૪૦ એમએલડી નર્મદા લાઈન મારફતે મેળવવામાં આવે છે.જેની સામે જેમ સ્થાનિક સ્ત્રોત ખાલી થતા જશે તેમ જરૂરિયાત મુજબનું પાણી આજી ૩ ડેમમાં થી ૫૧ કિલોમીટર ની પાઈપલાઈન મારફતે મેળવવામાં આવશે,આ આયોજન અધિકારીઓના દાવાઓ મુજબ સ્થિતિ જો યથાવત રહે તો પાણીની તંગીનો પ્રશ્ન લગભગ શહેર માટે ઉભો થશે નહિ,અને લોકોને પાણી નિયમિત મળી રહેશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.