Mysamachar.in-જામનગર:
પાંચ વખત પક્ષ પલ્ટો કરીને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં રાઘવજી પટેલ ભાજપમાં જોડાતા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી જેના પરિણામ સ્વરૂપે જામનગર ગ્રામીણ ની બેઠક પર રાઘવજી પટેલ ચૂંટણી લડતા સમયે અમુક આગેવાનોએ પાર્ટી વિરોધમાં કામ કરીને રાઘવજી પટેલ ને હરાવવામાં ભાગ ભજવ્યો હોવાની ચર્ચા વચ્ચે પ્રદેશ કક્ષા સુધી ફરિયાદો થઈ હતી તેવામાં આ વખતે મોટા પાયે કહેવાતી સોદાબાજી કરીને રાઘવજી પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલના જૂથ વચ્ચે કથિત અસંતોષનો મામલો ગાંધીનગર સુધી ગયા બાદ સમાધાન થયું હોવાનું જાણવા મળે છે અને આ સમાધાનમાં રાઘવજી પટેલે નમતું જોખ્યું હોવાનું પણ જાણવા મળે છે,

ગત વિધાનસભા ચૂંટણી બાદ હાપા યાર્ડની ચૂંટણી આવતા ભાજપના જ બે જુથ એવા ચંદ્રેશ પટેલ અને રાઘવજી પટેલ જુથ સામસામા આવીને ચૂંટણી લડતા આંતરીક ડખ્ખો સપાટી પર આવી ગયો હતો, ત્યારે ચંદ્રેશ પટેલ જૂથને આ વખતે જામનગર ગ્રામ્ય બેઠક રાઘવજી પટેલ જીતી ગયા બાદ યાર્ડ નો કબજો આપી દેવામાં આવશે તે મુદ્દે હાલ તો સમાધાનની વાત વહેતી થઈ છે,

પરંતુ આ સમાધાન કેટલું અસરકારક સાબિત થાય છે તે જામનગર ગ્રામ્ય બેઠકની ચૂંટણી બાદ ખબર પડી જશે અને એક જૂથને સાચવી લેવા સામે ભાજપના અન્ય આગેવાનોમાં પણ ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને રાઘવજી પટેલ સામે અપક્ષમાંથી ચૂંટણી લડવા તૈયારી શરૂ કરી દીધી છે.

ત્યારે કોંગ્રેસમાંથી આવેલા રાઘવજી પટેલ સાથે સમાધાનની ચર્ચા વચ્ચે પાર્ટીના અન્ય કાર્યકરો કે આગેવાનો શું કામે લાગશે.? તેવા સવાલો પણ થઈ રહ્યા છે. આમ છેલ્લા દિવસોમાં પક્ષપલ્ટાના રાજકારણના લીધે ક્યાંકને ક્યાંક ભાજપ ડેમેજ થઈ રહ્યું હોય કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આવા સમાધાનો કેટલા ટકશે તે ચૂંટણી દરમ્યાન કેવા દાવ ખેલાઈ છે. તે ઉપરથી આપોઆપ ખુલાસા થઈ જશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.