Mysamachar.in-સુરત
હમણાની જ વાત છે કે બનાસકાંઠાના પાલનપુરમાં એક વેપારીને એક યુવતી સહિતની ટોળકીએ હનીટ્રેપની જાળમાં ફસાવી અડધા કરોડથી વધારેની રકમ ધાકધમકીઓ આપીને કઢાવી લીધી ત્યાં જ આવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો જ્યાં રત્નકલાકાર યુવક પાસેથી 5 લાખ કઢાવવા માટે ગેંગે હથકડી પહેરાવી રિવોલ્વર લમણે મૂકીને ખેલ રચ્યાનો મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે,
સુરતની પુણા તિરૂપતિ સોસાયટીમાં રહેતો રત્નકલાકાર વૈભવ નાવડિયા બે વર્ષ પહેલાં સીતાનગર પાસે ઉભો હતો ત્યારે મંજુ નામની મહિલાએ તેને શરીર સુખ માણવાની વાત કરી ફોનનંબરની આપ-લે કરી હતી. 5મી ઓગષ્ટે મંજુએ વૈભવને ફોન કરીને શરીરસુખ માણવા પુણાની વિક્રમનગર સોસાયટી-1માં બોલાવ્યો હતો. વૈભવ મંજુએ બતાવેલી જગ્યા પર પહોંચ્યો હતો. એ જગ્યા પર મંજુની સાથે બીજી બે મહિલા પણ હતી. એક હજાર રૂપિયા નક્કી કરીને એક મહિલા તેની સાથે રૂમમાં ગઇ એટલી જ વારમાં અચાનક 4 લોકો આવી પોતાની ઓળખ પોલીસની આપી હતી. ટોળકીએ કંટ્રોલમાંથી ફોન આવતા તેઓ પુણા પોલીસમાંથી આવ્યાનું કહીને અહીં સેક્સ રેકેટ ચાલતું હોવાની કહી પતાવટ પેટે 5 લાખ માંગ્યા હતા.
વૈભવે પોતે આટલી મોટી રકમ આપી શકે તેમ ન હોવાથી અને 50 હજાર રૂપિયામાં પતાવટ કરવાનું કહ્યું હતું. જેથી ટોળકીએ પિસ્તોલ બતાવીને વૈભવને બે-ચાર તમાચા મારી કોઇક પણ રીતે 5 લાખ લાવવાનું કહ્યું હતું. વૈભવે તેના મિત્રો પાસેથી 3 લાખની વ્યવસ્થા કરી હતી. ટોળકીને સીમાડા ચોક પોસ્ટ પર આપ્યા હતાં. ધમકી આપીને ટોળકી ભાગી છૂટી હતી. આ ઘટનાથી હતપ્રભ થઇ ગયેલા વૈભવે નાવડિયાએ બીજા દિવસે તેના મિત્રોને આ વાત કરી હતી. મિત્રોએ ફરિયાદ કરવાની હિંમત આપતા વૈભવ નાવડિયાએ પુણા પોલીસ સ્ટેશનમાં આરોપી મંજુ, હિરલ ઝાલા, ભારતી તથા ચાર અજાણ્યા નકલી પોલીસવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.