Mysamachar.in-અમદાવાદ
કોરોના સંક્રમણ ફેલાતું અટકાવી શકાય તે માટે રાજ્યના કેટલાક મેટ્રો સિટીમાં રાત્રી કર્ફ્યુંનો અમલ સરકાર દ્વારા કરાવવામાં આવી રહ્યો છે, એવામાં તકનો લાભ લઇ કરફ્યુમાં કામસર બહાર નીકળનાર યુવક પાસેથી 9000 નો તોડ કરનાર હોમગાર્ડના જવાનોને ભારે પડ્યું છે, અને ગુન્હો દાખલ થયો છે, સુનિલ વાઘેલા, આકાશ મોરે અને અક્ષય આ ત્રણ શખ્સો હોમગાર્ડ જવાન છે. તે ત્રણેય તોડપાણી કરતા ઝડપાઈ ચુક્યા છે, વટવાનો એક યુવક વહેલી સવારે ચાર વાગ્યે તેના બનેવીને લેવા રેલવે સ્ટેશન ગયો હતો. બનેવીને કરફ્યુને કારણે રીક્ષા કે કેબ ન મળતા આ યુવક લેવા ગયો હતો. જો કે આવ્યો ત્યારે હોમગાર્ડ જવાનોએ યુવકને રોક્યો અને વાતચીત કરી તેને માર પણ માર્યો અને નવ હજાર પડાવી લીધા હતા. ખોટા કેસમાં ફસાવી જેલ કરાવવાની પણ ધમકી પણ આપી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભોગ બનનાર યુવક પાસે પૈસા નહોતા તો આરોપીઓએ તેના મિત્ર પાસેથી પૈસા ઓનલાઇન માધ્યમ દ્વારા મંગાવ્યા અને એટીએમમાંથી ઉપાડીને 9 હજારનો તોડ કર્યો હતો. જોકે તેના મિત્ર પાસે પૈસા નહોતા તો તેના બનેવીના એકાઉન્ટમાં પૈસા હોવાનું જાણી હોમગાર્ડ જવાનોએ યુવકને માર માર્યો. બાદમાં એટીએમ સેન્ટર પર લઈ જઈ નવ હજાર પડાવી લીધા હતા. હાલ તો ત્રણેય તોડબાજ હોમગાર્ડ જવાનોની ધરપકડ કરી અગાઉ અન્ય લોકોને લૂંટયા છે કે કેમ તે બાબતે રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.