Mysamachar.in-ગાંધીનગર
છેલ્લા કેટલાક સમયથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યા રાજ્યમાં નોંધપાત્ર રીતે ઘટી છે, પણ કોરોનાનો ભય હજુ યથાવત છે, એવામાં આવતીકાલથી શરુ થયેલ નવરાત્રીનો તહેવાર કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમા નવરાત્રિ ઉજવવાની છૂટછાટ મળી છે. ત્યારે નવરાત્રિમાં છૂટછાટ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે ગરબા મહત્વનો તહેવાર છે. આ નિર્ણય ગુજરાતના હિતમાં લેવામાં આવ્યો છે, જેથી કોરોનાની ત્રીજી લહેર સામે ચેતીને રહી શકાય.
ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જ છૂટછાટ આવવામાં આવી છે. પરંતુ તે માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. જેમાં નિયમો એવા છે કે કોરોનાની ગાઈડલાઈન સાથે ગરબા રમાશે, વેક્સીન લીધી હોય લોકો જ ગરબા રમવા આવશે, નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે, 12 વાગ્યા સુધી જ ગરમા રમી શકાશે, સોસાયટીમાં વેક્સીન લીધી હોય તે જ ગરબામાં હાજરી આપી શકશે. કોમર્શિયલ ગરબાનું આયોજન આ વર્ષે નહિ થાય તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું, વર્ષોથી ગુજરાતમાં શેરી ગરબાની જે પરંપરા રહી છે કે આસ્થાને જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાશે. જેમાં ચોકમાં અને વૃક્ષની આસપાસ ગોળ ફરતે ગરબા રમી શકાશે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં, કે હોલ વગેરે સ્થળોએ ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ મીડિયા સાથેની વાતચીતમાં ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું છે.
આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં ચર્ચાના અંતે આખરે ગૃહરાજ્ય મંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, કોરોના સામેની લડાઇ હજુ પૂરી થઈ નથી, તે રીતે જ નિયમોને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિએ સૌ કોઈ માટે આસ્થાનો વિષય છે. બે વર્ષથી ગુજરાતમાં નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી. જેથી મુખ્યમંત્રીએ તમામ વિભાગો સાથે ચર્ચા કરી હતી. કોરોનામાં માનસિક તણાવ દૂર થાય તે માટે શેરી ગરબાને મંજૂરી અપાઈ છે. સોસાયટીના લોકો સાથે 400 લોકો માટે છૂટ અપાશે. ગુજરાતમાં ગ્રાઉન્ડમાં ગરબા થાય તેવી માંગણી હતી. આ મામલે મુખ્યમંત્રીએ બેઠકો કરી હતી.
જોકે, હાલની સ્થિતિ જોતા કોમર્શિયલ ગરબા આયોજન કરી શકાય એવી સ્થિતિ નથી. કોમર્શિયલ ગરબા નહિ થઈ શકે. નવરાત્રિ માટે કરફ્યૂની છૂટ રાત્રે 12 વાગ્યા સુધી અપાઈ છે. ગૃહમંત્રીએ કહ્યું કે જો નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહિ કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ કોઈ નિયમ તોડશે નહિ. નિયમ આપણા માટે છે. નિયમ તોડશે નહિ માટે પગલાં લેવાનો પ્રશ્ન નથી આવતો.આમ સરકારે કોરોનાના નિયમો સાથે માત્ર શેરી અને પરંપરાગત ગરબાઓને છૂટ આપતો નિર્ણય આજે કેબીનેટ બેઠક બાદ જાહેર કર્યો છે.