Mysamachar.in-અમદાવાદ:
આમ તો હાલ ઉનાળો ચાલી રહ્યો છે પણ રાજ્યમાં તાજેતરમાં જ બે દિવસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કેટલાક શહેરોમાં તો ઝાપટા પણ ભર ઉનાળે પડ્યા હતા ત્યારે હવે ધીરે-ધીરે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે એક વાર ફરી હિટવેવને લઇને આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર ,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, કચ્છ અને જૂનાગઢમાં હિટવેવની આગાહી કરાઇ છે.
બીજી બાજુ રાજ્યમાં ગીર સોમનાથ, સુરત અને વલસાડમાં પણ હિટવેવની આગાહી કરાઇ છે. 25 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ હિટવેવ રહેશે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હિટવેવની આગાહી કરાઇ છે. ગરમ અને સૂકા પવનના કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. મહત્તમ તાપમાન પણ 2થી 3 ડીગ્રી ઊંચું જશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ હિટવેવની અસર થશે. દક્ષિણમાં સુરત, વલસાડ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં હિટવેવ રહે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.