Mysamachar.in-ડેસ્ક
શ્રાદ્ધનો ઈતિહાસ અને મહત્વ એ સનાતન ધર્મની પરંપરા છે જે ખૂબજ આસ્થાથી કરાય છે માટે ક્યુ શ્રાદ્ધ ક્યા દિવસે કરવુ તે જાણવુ જરૂરી બની રહે છે કેમકે આપણા પુર્વજો જે સ્વર્ગે સીધાવ્યા છે માટે તે દરેકપિતૃતૃપ્તિ અને પિતૃ કૃપા માટે ભાદરવા પૂનમથી કૃષ્ણોપક્ષ નુ શાસ્રોક્ત મહત્વ બની રહ્યુ છે, આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે. શ્રાદ્ધની જે પરંપરા છે એ શ્રૂષ્ટિના આરંભમાં ‘બ્રહ્માજી’એ શરૂ કરી હતી.
મહાભારત શાંતિ પર્વના દાન-ધર્માનુશાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે. યુધિષ્ઠિરે ભિષ્મ પિતામહને પ્રશ્ન પૂછયો કે, “હે પિતામહ શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ?” ત્યારે એનો જવાબ આપતાં ભિષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે, પિતૃઓનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી.આ અંગે વધુમાં જ્યોતિષી જીગર એચ પંડ્યા {ગોલ્ડ મેડાલીસ્ટ) એ જણાવ્યુ છે કે શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે. બ્રહ્માજીએ સૃષ્ટિ લોકમાં ઘોષણા કરી કે, “પિતૃઓને પિંડ દાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે.” એ પછી મૃત્યુ લોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ ‘નિમિ રાજા’ એ કર્યું છે અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વી લોક ઉપર ચાલી આવી છે. શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુ લોકમાં પણ થાય છે.
વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે. જેમકે ભાદરવા માસ – આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે.અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં “કાગવાસ” નાંખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે બસ્સો વર્ષનું છે, એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયાં છે એમ માનવામાં આવે છે, તેથી વાસ નાંખવાનો મહિમા છે,
2022ભાદરવા મહિનાના શ્રાદ્ધપક્ષની વિગત
તા. 10/9/2022 ને શનિવાર એકમનું શ્રાદ્ધ
તા. 11/9/2022 ને રવિવાર બીજનું શ્રાદ્ધ
તા. 12/9/2022 ને સોમવાર ત્રીજનું શ્રાદ્ધ
તા. 13/9/2022 ને મંગળવાર ચોથનું શ્રાદ્ધ
તા. 14/9/2022 ને બુધવાર પાંચમનું શ્રાદ્ધ
તા. 15/9/2022 ને ગુરુવાર છઠ્ઠનું શ્રાદ્ધ
તા. 16/9/2022 ને શુક્રવાર સાતમનું શ્રાદ્ધ
તા. 17/9/2022 ને શનિવાર પડતર વિસ
તા. 18/9/2022 ને રવિવાર આઠમનું શ્રાદ્ધ
તા. 19/9/2022 ને સોમવાર નોમનું શ્રાદ્ધ,સૌભાગ્યવતીનું શ્રાદ્ધ તથા ડોશી નોમ
તા. 20/9/2022 ને મંગળવાર દશમનું શ્રાદ્ધ
તા. 21/9/2022 ને બુધવાર એકાદશીનું શ્રાદ્ધ
તા. 22/9/2022 ને ગુરુવાર બારસનું શ્રાદ્ધ,સન્યાસીના શ્રાદ્ધ
તા. 23/9/2022 ને શુક્રવાર તેરસનું શ્રાદ્ધ
તા. 24/9/2022 ને શનિવાર ચૌદસનું શ્રાદ્ધ,અસ્ત્ર શસ્ત્રથી,ઘાતથી મૃત્યુ પામ્યાનું શ્રાદ્ધ
તા. 25/9/2022 ને રવિવાર અમાસ તથા પૂનમનું શ્રાદ્ધ