Mysamachar.in-ગુજરાત
કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલ એટલે કે 1 ઓક્ટોબર, 2020થી આ નવ બાબતે પરિવર્તન આવવાનું છે. જે ભારતના દરેક રાજ્યોને સીધા અસરકર્તા હશે. તેમજ આ બાબતો આપણા રોજિંદા જીવન અને કોવિડ મહામારીથી બદલાયેલી જીવનશૈલીને ખાસ અસર કરતાં પણ હશે. આ થઈ રહેલાં પરિવર્તનો શું છે, એનાથી કેટલો અને કઈ રીતે ફાયદો થવાનો છે. તેમાં..
-ઉજ્જવલા ગેસ-કનેક્શન હવેથી ફ્રી નહીં: એલ.પી.જી ગેસ(રાંધણગેસ)ના કનેક્શન ‘ઉજ્જવલા યોજના’ અન્વયે વિનામૂલ્યે મેળવી શકાતા હતા. જેની કોરોના મહામારીને કારણે તારીખ લંબાવાઈ હતી. જેની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2020 પછીથી પૂરી થઈ રહી છે.
-ગૂગલ મીટ પર ફ્રી મીટિંગનો 60 મિનિટનો સમય નિશ્ચિત : ઓનલાઇન મીટિંગ માટે ગૂગલ મીટનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો ફ્ર્રી ઉપયોગ હવે મર્યાદિત થશે. તેમાં 60 મિનિટની મીટિંગ ફ્રીમાં કરી શકાશે. એનાથી લાંબી મીટિંગ કરવા માટે ચાર્જ ચૂકવો પડશે.
-કલર ટી.વી. મોંઘાં થશે : કેન્દ્ર સરકારે કલર ટી.વી.ના એસેમ્બલિંગમાં વપરાતા ઓપન સેલ કમ્પોનન્ટની આયાત કે જેના પર સરકારે એક વર્ષની છૂટ આપી હતી. હવે તેનાં પર 5 ટકા કસ્ટમ ડ્યૂટીની મંજૂરી આપવામાં છે.
-લાઇસન્સ-આરસી બુક વગેરે ડોક્યુમેન્ટ્સ સાથે જ રાખવા જરૂરી નહીં : વાહન ચલાવતી વખતે હવે લાઇસન્સ અને રજિસ્ટ્રેશન જેવાં ડોક્યુમેન્ટ્સ સાથે જ રાખવાનીફરજિયાત નહિં બને. જો તેમની સોફ્ટ કોપી હશે તો તે પણ માન્ય ગણાશે. જે ‘મોટર વાહન અધિનિયમ, 1989’માં સુધારા અંતર્ગત વાહનના ડોક્યુમેન્ટ્સની આઇ.ટી.પોર્ટલ દ્વારા જાળવણી થઈ હશે તેને માન્ય ગણાશે.
-વાહન ચલાવતી વખતે આ સંદર્ભે મોબાઇલનો યુઝ કરી શકાશે : વાહન ચલાવતી વખતે માટે મોબાઇલ ફોનનો રૂટ જાણવા ઉપયોગ કરી શકાશે. પરંતુ ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થવું જોઈએ. ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવા બદલ 5 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
-સરસિયામાં ભેળસેળ નહીં કરી શકાય : અત્યાર સુધી સરસવનું તેલ (સરસિયું)માં રાઇસ બ્રાન ઓઇલ કે સસ્તાં તેલ મિલાવવામાં આવતાં હતાં. જેના પર એફ.એસ.એસ.એ.આઇ.એ એમાં આવા બીજાં તેલ મિલાવવા પર રોક લગાવી દીધી છે. જેથી હવે સરસવનું તેલ શુદ્ધ મળશે.
-ખુલ્લી મીઠાઇ પર એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત:બજારમાં વેંચાતી ખુલ્લી મીઠાઇ માટે એફ.એસ.એસ.એ.આઇ. એ એના ઉપયોગ માટેની એક્સપાયરી ડેટ દર્શાવવી ફરજિયાત કરી છે. જે દરેક વિક્રેતા એ દર્શાવવાની રહેશે.
-આરોગ્ય વીમા પોલિસીમાં ફેરફાર: વીમા નિયંત્રક – ઇરડાના નવા નિયમો અનુસાર પોલિસીધારકે સતત 8 વર્ષ પ્રીમિયમ ચૂકવ્યું હોય તો કંપનીઓ એનો ક્લેમ રિજેક્ટ કરી શકેશે નહિં. તેમજ આરોગ્ય વીમા હેઠળ વધુ બીમારીઓ પણ કવર થશે. જો કે આને કારણે પ્રીમિયમ વધી શકે છે.
-વિદેશમાં નાણાં મોકલવા પર 5 ટકા ટેક્સ લાગશે : વિદેશમાં કોઈ કારણોસર નાણાં મોકલવા કે પ્રોપર્ટી ખરીદવા જે-તે રકમ પર 5% ટી.સી.એસ. ચૂકવવાનો રહેશે. જેમાં ‘ફાઇનાન્સ એક્ટ, 2020’ મુજબ લિબરલાઇઝ્ડ રિમિટન્સ સ્કીમ હેઠળ વાર્ષિક 2.5 લાખ ડોલર સુધીની રકમ વિદેશ મોકલી શકાય છે. જે રકમને ટી.સી.એસ.ના દાયરામાં લીધી છે.