Mysamachar.in-રાજકોટ:
જન્માષ્ટમીના પર્વની ઉજવણી ના ભાગ રૂપે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જીલ્લા કાનુની સેવા સતા મંડળના પુર્ણકાલીન સચિવ એચ.વી.જોટાણીયાનાઓના મુખ્ય અતીથી સ્થાને રાજકોટ મધ્યસ્થ જેલ અને જીલ્લા કાનુની સેવા સતા મંડળના સંયુક્ત ઉપક્રમે કેદી સુધારણાના ભાગ રૂપે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો, આ કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ ભજનીક હેમંતભાઈ ચૌહાણ તથા તેઓની ટીમ દ્વારા ભજન ઉપરાંત હાસ્યની જમાવટ કરવામાં આવેલ હતી જેમાં અધિક્ષક આર.ડી.દેસાઇ, સીનીયર જેલર સહિતના સ્ટાફ દ્વારા શિસ્ત અને સલામતીની ઉમદા કામગીરી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ૧૬૨૪ બંદીવાન ભાઈઓ અને ૧૦૭ બંદીવાન બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં બંદીવાન ભાઈઓએ પણ તેઓના સુરીલા સ્વરથી ભજન ગાયેલ હતા આમ જેલમાં બંદીવાન ભાઈ-બહેનો માનસીક તણાવથી મુક્ત થતાં આધ્યાત્મિક અને પવિત્ર વાતાવરણ ઉભુ થયેલ હતું.