My samachar.in : ગાંધીનગર
ગુજરાતમાં વૃદ્ધો માટે 14567 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારી સ્કીમ,પ્રશ્નો, વૃદ્ધાશ્રમની માહિતી અપાશે. સામાજિક ન્યાય આધિકારીતા મંત્રી પ્રદિપ પરમાર દ્વારા આ હેલ્પલાઇન નંબરનું લોન્ચિંગ કર્યું છે.ઉલ્લેકનિય છે કે વૃદ્ધો માટેની હેલ્પ લાઈન નંબર ગુજરાતમાં આજથી અમલ થશે. જેમાં સિનિયર સીટીઝનને સરકારી સ્કીમો, સામાજિક પ્રશ્નો, વૃદ્ધાશ્રમની માહિતી, સિનિયર સીટીઝન એક્ટ 2007 ની માહિતી મળશે. 14567 કોલ ટોલ ફ્રી નંબર પર તમામ માહિતી મળશે.
સિનિયર સીટીઝનને જરૂર માર્ગદર્શન, હૂંફ અને જરૂરી મદદ મળશે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સિનિયર સીટીઝન ખાસ કરીને એકલવાયું જીવન જીવતાં સિનિયર સિટીઝનની મદદ માટે નેશનલ હેલ્પ લાઈન “એલ્ડર લાઇન”નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ હેલ્પ લાઈન દ્વારા સિનિયર સીટીઝનને જરૂર માર્ગદર્શન, હૂંફ અને જરૂરી મદદ પુરી પાડવામાં આવશે. આ પ્રસંગે સામાજિક ન્યાય અને આધિકારીક્તા વિભાગના મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, સરકારના આ નવતર અભિગમથી રાજ્યભરના સિનિયર સીટીઝન તેમાંય ખાસ કરીને એકલવાયું જીવન જીવતાં સિનિયર સીટીઝનને મદદરૂપ સાબિત થશે તે નક્કી છે.