Mysamachar.in-અમદાવાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તો જાણે અગાહીની અસર જોવા મળી રહી હોય તેમ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. ગુજરાતમાં આગામી 48 કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. તો આગાહી સાથે રાજકોટ, ભાવનગર સહીતના જિલ્લાઓમાં વરસાદ શરુ પણ થઇ ચુક્યો છે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિત અનેક શહેરોમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જો આજે વરસાદ પડે તો લોકોને ગરમીથી રાહત મળી શકે છે.