Mysamachar.in-અમદાવાદઃ
2019ના વર્ષને વિદાય આપવા અને 2020ને આવકારવા માટે યુવાધન અધિરું બન્યું છે, જો કે સાથે સાથે લોકોમાં નવું વર્ષ કેવું રહેશે તેની પણ ચિંતા વધી રહી છે. ગ્રહોની ચાલ અને રાશિ આધારિક તમામ 12 રાશિના જાતકો માટે આવનારું વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ કેવું રહેશે તેની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ વર્ષ હાડકાં અને શ્વાસની સમસ્યાથી બચવાનું રહેશે. મુસાફરી દરમિયાન સાવધાની રાખવાની રહેશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને મે મહિનામાં સ્વાસ્થ્યની પરેશાની આવી શકે છે. વૃષભ રાશિના જાતકોએ માનસિક સ્થિતિ અને હાડકાંનું વિશેષ ધ્યાન રાખવું પડશે. જુલાઈ ઓગસ્ટ મહિનામાં વધારે સાવધાની રાખવાની રહેશે. મિથુન રાશિના જાતકોને એક્સીડન્ટનો યોગ દેખાઇ રહ્યો છે. વાહન સાવધાનીથી ચલાવવું હિતવાહક રહેશે.
કર્ક રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત બિનજરૂરી ચિંતા લાવી શકે છે. થાયરોઈડ, પેટની તકલીફ અને સ્થૂળતાની સમસ્યા તમને ઘેરી શકે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ઓક્ટોબર મહિનામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સિંહ રાશિના જાતકો માટે વર્ષ હેલ્થ માટે સારું છે. આંખ, હાડકાં, બીપીનું ધ્યાન રાખવું પડશે. કન્યા રાશિના જાતકો માટે પણ આવનારું વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ સારું રહેશે. માર્ચ પછી ચિંતા ઘટી શકે છે અને રાહત મળી શકે છે. થોડા દિવસ માથું દુઃખવાની તકલીફ રહી શકે છે. તુલા રાશિના જાતકોએ શારિરીક સ્વાસ્થ્યથી લઈને માનસિક સમસ્યાઓ જોવા મળી શકે છે. નશો અને ખોટી ખાન પાનની સમસ્યાઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. વૃશ્વિક રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની બાબતમાં આ વર્ષ મધ્યમ રહેશે. પેટ અને સ્થૂળતાની સામાન્ય બીમારી થઇ શકે છે.
ધન રાશિના જાતકોને આ વર્ષે ડાયાબિટીસ અને પેટની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નશો અને ક્રોધ પર કાબુ રાખવો પડશે. મકર રાશિના જાતકોને આ વર્ષ સ્વાસ્થ્યની રીતે અનેક સમસ્યાઓમાંથી રાહત આપી શકે છે. હાડકાં અને આંખની સમસ્યાથી રાહત મળી શકે છે. કુંભ રાશિના જાતકો માટે આ વર્ષે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. માનસિક સમસ્યાઓ અને ચિંતાના યોગ છે. આંખો અને લિવરને લઈને પણ સમસ્યા થઈ શકે છે. તો ધ્યાન રાખો તે જરૂરી છે. મીન રાશિના જાતકોનું આ વર્ષે સ્વાસ્થ્ય પહેલાંથી સારું રહેશે. બીપી અને પેટની સમસ્યાઓ પર ધ્યાન આપવાનું રહેશે. જુલાઈ, ઓગસ્ટમાં થોડી સાવધાની રાખવી હિતકારક રહેશે.