Mysamachar.in-જામનગર:
જામનગર સહીત રાજ્યભરના આરોગ્યકર્મચારીઓ આજથી પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા જીલ્લાની આરોગ્ય સેવાઓ પર મહદઅંશે હડતાલની અસરો જોવા મળશે તેમ લાગી રહ્યું છે,વિવિધ ૧૩ મુદ્દાઓને લઈને આરોગ્ય કર્મચારીઓ અત્યારસુધી પોતાના વિરોધના કાર્યક્રમ આપતા આવ્યા છે,પણ કોઈ નિવેડો ના આવતા આજથી જામનગર જીલ્લાના ૪૦૦ સહીત રાજ્યના તમામ જીલ્લા પંચાયતના આરોગ્યકર્મચારીઓ જીલ્લા પંચાયત ખાતે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ચુક્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.