Mysamachar.in-જામનગર:
દારૂ વેચાણ કરનાર અને પીનાર કોઈ ને કોઈ જુગાડ ગોઠવી લે છે…પણ પોલીસને હાથ લાગી જાય ત્યારે…આજે જામનગર જીલ્લાના જામજોધપુર વિસ્તારમાં આવેલ તરસાઇ વાંસજાળીયા રોડ પર ટ્રેકટરમાં વાહનોના ટાયરની ટયુબોમાં ભરેલ દેશી દારૂ લીટર ૪૮૦ દારૂ મળી આવવના મામલામાં કેટલીક એવી ચોંકાવનારી બાબતો સામે આવી છે,જે પોલીસને પણ એક તબક્કે વિચારતા કરી દે તેવી છે,આજે આર.આર.સેલની ટીમે મોબાઇલ ફોન-ર કિ. રૂ.૧,૦૦૦/- તથા ટ્રેકટર-ટ્રોલી સહીત મળી કુલ રૂ.૫,૧૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને આર.આર.સેલની ટીમે ઝડપી પાડ્યા છે.

આં કાર્યવાહી રેન્જ આઈ.જી.સંદીપસિંહની સુચનાનુસાર પીઆઈ જે.એસ.પંડ્યા,પો.કોન્સ. દિગુભા ઝાલા,હેઙકોન્સ.કુલદીપસિહ ચુડાસમા તથા શક્તિસિહ ઝાલાનાઓએ હકીકત આધારે ટાયરની ટ્યુબમા ભરેલ દારૂના જથ્થા સાથે ભરત કારાભાઇ મોરી તથા કાનાભાઇ વરજાંગભાઇ મોરીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ રીતે ઉંટગાડી લાવે છે દારૂ અને પછી પડે છે ભાગ..
આજે જે દારૂ પકડાયો તે સિવાય પણ આ વિસ્તારમાં પોલીસના સુત્રો જે રીતે જણાવે છે તે પ્રમાણે દેશીદારૂનું ખુબ મોટું દુષણ છે,આ જે વિસ્તાર છે ત્યાં ઉંટગાડી મારફત ઉંટ તેના નિયત કરેલા માર્ગો પર એકલો જઈ અને જે જગ્યાઓ પર દારૂના પીઠાઓ છે તે બરડા ડુંગર નજીક થી દારૂ લઇ આવે છે,અને તે એકદમ સાબદો કરેલો હોય છે,ઊંટગાડી દારૂ લાવ્યા બાદ ભાગ પડે છે,ભૂતકાળમાં પણ રેન્જ આઈ.જી.ની ટીમ દ્વારા અહી ડ્રોન મારફતે ઉંટ ક્યારે અને કઈ દિશામાં જાય છે તેની દિશા મેળવવાના પ્રયાસો કર્યા હતા,પણ તેમાં ટીમ સફળ ના થઇ પણ આજે ટીમને દેશીદારૂને છુપાવવા ની આ ટ્રીક શોધવામાં સફળતા મળી છે.
