Mysamachar.in-જામનગર:
જામનગર તાલુકાની ખોજા બેરાજાની કરોડો રૂપિયાની ખેતીની જમીન ખાલી કરાવવા મામલે ભુમાફિયા તત્વોની સાથે પોલીસની પણ ભૂંડી ભુમિકા સામે આવતા ગઈકાલે બે મહિલાઓએ ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યા બાદ શહેરના જાણીતા એડવોકેટ હિતેન ભટ્ટને પોતાના અસીલના હિતમાં સામે આવીને પોલીસની ભુમિકા અંગે ખુલ્લેઆમ બોલીને ગંભીર આક્ષેપો કરતા સનસનાટી મચી જવા પામી છે,
આ મામલે ખોજા બેરાજા ગામે કરોડો રૂપિયાની ખેતીની જમીનના વિવાદનો કેસ લડતા જામનગરના નામાંકિત વકીલ હિતેન ભટ્ટ મીડિયા સમક્ષ આવીને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, આ ગુજરાત છે કે બિહાર તે સમજાતું નથી, વર્ષોથી ગોગન મોઢવાડિયાના વારસોનો ખોજા બેરાજાની જમીન પર કબ્જો છે. હાઇકોર્ટમાં કેસ પેન્ડીંગ છે. છતાં ગોગન કારાના વારસોને પોલીસનો ભયંકર ત્રાસ સહન કરી રહ્યા છે.પોલીસ તપાસના કામે ગોગન કારાના વારસોને ૩ વાર ઉપલકમાં રાખીને કેસ કરેલ છે,સરકારને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે પોલીસ ઉપર લગામ લાવે, પોલીસની સરાજાહેર કાયદો હાથમાં લેવાનું આ કૃત્ય અતિનીંદનીય છે,
ઉપરાંત હિતેન ભટ્ટએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યુ હતું કે, જમીનના સોદાગરો આ જમીન પચાવી પાડવા પોલીસનો સહયોગ લઈને નિર્દોષ નાગરીકો પર અત્યાચાર ગુજારી રહ્યા છે.દિવાની તકરાર હોવા છતા પોલીસનો હસ્તક્ષેપ કોના ઇશારે થઈ રહ્યો છે ત્યારે આ જમીન પ્રકરણમાં પોલીસની ભુમિકા સામે અનેક સવાલો ઉભા થતા ખાખી વર્દીના આવા કૃત્યથી ચકચાર જાગી છે,સિક્કાના PSI ક્યાં ઉપલા અધિકારીની સૂચનાથી જમીન ખાતે પહોંચ્યા હતા..
ગઈ કાલે ખોજા બેરાજાની જમીન ખાલી કરાવવા માટે ૧૫ થી ૨૦ શખ્સોના ટોળા સાથે સિક્કાના PSI પણ ગયા હોવાનો વકીલ હિતેન ભટ્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને સિક્કાના PSI ઉપલા અધિકારીની સૂચનાથી ખોજા બેરાજા ગયા હોવાનું સિક્કા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટરમાં નોંધ થયેલ છે તેવું હિતેન ભટ્ટએ જણાવીને આ મામલે હાઇકોર્ટમાં પડકારવામાં આવશે તેવું જણાવ્યુ હતું.
આ જમીન ખાલી કરાવવા પાછળ ક્યા રાજકીય નેતા છે?
ખોજા બેરાજાની કરોડો રૂપિયાની જમીન પડાવી લેવા માટે જમીનના સોદાગરો સાથે પોલીસની પણ ભૂંડી ભુમિકા સામે આવ્યાના વકીલ હિતેન ભટ્ટ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ત્યારે પોલીસની સાથોસાથ ક્યા રાજકીય નેતાના ઇશારે આ જમીન ખાલી કરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.તે સમજી શકાય તેવી બાબત છે. ત્યારે આ કહેવાતા રાજકીય નેતા કોણ છે? તેવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે.
SP શરદ સિંઘલે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો
ખોજા બેરાજાની જમીન પ્રકરણ મામલે પોલીસની ભુમિકા સામે શહેરના નામાંકિત વકીલ હિતેન ભટ્ટ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.ત્યારે આ મામલે જામનગરના SP શરદ સિંઘલની પ્રતિક્રિયા લેવામાં આવતા તેમણે કઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.