Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર તાલુકાની એક કોલેજીયન યુવતીને હેરાન-પરેશાન કરી, સેલ્ફી લેવા તેમજ બળજબરી પૂર્વક મોબાઇલમાં વિડીયો રેકોર્ડિંગ કરી અને બદનામ કરવાના ઈરાદાથી પરેશાન કરી, મારી નાખવાની ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકામાં વસવાટ કરતી એક 19 વર્ષની વિદ્યાર્થીનીએ રાણા પાલાભાઈ માતંગ તથા દિનેશ જગદીશભાઈ માતંગ (રહે.ભાટિયા) નામના બે શખ્સો સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આ યુવતી ગઈકાલે ગુરુવારે બપોરના સમયે કોલેજેથી પોતાના ઘરે ગઈકાલે એકલી જઈ રહી હતી ત્યારે આશરે 12:30 વાગ્યાના સમયે ઉપરોક્ત શખ્સોએ તેણીનો પીછો કરી, આરોપી રાણા પાલા માતંગે તેણીનો હાથ પકડી અડપલા કરી અને મોબાઈલમાં સેલ્ફી ફોટો લઈ લીધો હતો.
જ્યારે અન્ય આરોપી દિનેશ માતંગએ પાછળથી મોબાઈલમાં વિડીયો શુટીંગ લઈ અને તેણીની આબરૂ લેવાના ઇરાદાથી નિર્લજ્જ હુમલો કરી, તેણી સામે અવારનવાર ખરાબ નજરે જોઈ અને બદનામ કરવા ઈરાદાથી હેરાન પરેશાન કરવામાં આવતી હતી. એટલું જ નહીં આરોપીઓએ તેણીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી.કલમ 354, 506(2), 114 વગેરે મુજબ ગુનો નોંધી, રાણા પાલા માતંગની અટકાયત કરી હતી. આ પ્રકરણની આગળની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે.