Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
રમશે ગુજરાત…જીતશે ગુજરાત…ખેલ મહાકુંભ આવા તો અનેક કાર્યક્રમો નો સ્મરણો સંભળાય પણ હાલારની કેટલીય ખાનગી શાળાઓમાં તો મેદાન નથી, અને નિયમોનો ઉલાળિયો થાય છે, પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બન્ને જીલ્લાની કેટલીય સરકારી પ્રાથમિક શાળાઓ જ મેદાન વિહોણી હોવાનું વિધાનસભાના સત્ર દરમિયાન સામે આવ્યું છે. રાજ્યની 4612 પ્રાથમીક શાળાઓ મેદાન વિહોણી હોવામાં જામનગર જીલ્લાની 59 જ્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની 115 શાળાઓનો સમાવેશ થાય છે.