Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગુન્હાને નાથવા અને ગુન્હેગારોને ભો ભીતર કરવા જીલ્લા પોલીસવડા તરીકે જ્યારથી નિતેશ પાંડેયએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેવો નામચીન ગુન્હેગારોને નેટવર્ક ને સંપૂર્ણ નેસ્તોનાબુદ કરી દેવા માટે સતત વર્કઆઉટ કરી રહ્યા છે, IPS નિતેશ પાંડેયએ ચાર્જ સાંભળ્યાના થોડા દિવસોમાં જ ઓખાની નામચીન બિચ્છુ ગેંગ સામે ગુજ્સીટોકનો ગુન્હો દાખલ કરી અને કાયદાની કાર્યવાહીનો પરચો આપ્યા બાદ સલાયા વિસ્તારની નામચીન ચોર ગેંગ સામે ગુજસીટોકનો ગુન્હો નોંધી આરોપીઓને રિમાન્ડ પર લઇ અને વધુ પૂછપરછ સહિતની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે.
રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બનેલ છે. જેના માધ્યમથી તેઓ ગેરકાયદેસર સંપતિ તથા કાળા નાણાનુ પ્રમાણ મહતમ હોવવાથી જેની અર્થતંત્ર ઉપર પ્રતિકુલ અસર થઇ રહેલ હતી. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ તથા ત્રાસવાદી સંગઠનોના ઇરાદાઓ એકસરખા હોવાથી તેઓ સમાજમાં નારકોટીકસ તથા શરીર સબંધી ગુનાહિત પ્રવૃતિઓનુ વિસ્તરણ કરતા હોય છે. જેથી ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસના ભાગરૂપે સન 2015 ના વર્ષ દરમ્યાન ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ) પસાર કરી તેની રચના કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવના તરફથી મળેલ માર્ગદર્શન આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબના સીધા સુપરવિઝન તેમજ સુચના આધારે સ્થાનિક તેમજ એલ.સી.બી.ની ટીમ દ્વારાગત 18 માર્ચ 2024ના રોજ સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે નારકોટીકસ અંગેનો એક ગુનો નોંધાયેલ..
ગુના અંગે ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવેલ ગુપ્ત ઇકવાયરીના અંતે સલાયા વિસ્તારમાં લૂંટ, ખૂનની કોશિષ, મારામારી, રાયોટીંગ, ઘરફોડ ચોરીઓ, પોલીસ સાથે ઘર્ષણ- મારામારી, પ્રોહીબીશન, જુગાર વિગેરે જેવા ગંભીર પ્રકારના 51 જેટલા ગુનાઓ ધરાવી અવિરતપણે છેલ્લા આશરે 10 વર્ષ ગુનાહિત પ્રવૃતિ આચરતી એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ કાર્યરત હોવાનું જણાઇ આવેલ. જેના મુખ્ય સુત્રધાર તરીકે એજાજ રજાકભાઇ સંઘાર, રીઝવાન રજાકભાઇ સંઘારના વડપણ હેઠળ સલાયા વિસ્તારમાં રહેતા વેપારી, સજજન માણસોમાં એક ડરનો ખૌફ ઉભો કરી સતત રીતે ગુનાહિત પ્રવૃતિ આચરી આર્થિક અનુચિત મેળવતા હોવાનું તપાસમાં સામે આવતા જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટના સદસ્યો વિરૂધ્ધ તા.24 એપ્રિલના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) – 2015 ની કલમ 3(1), 3(2), 3(3), 3 (4), 3(5) હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે ગુજરાત રાજયમાં પ્રથમવાર એક એન.ડી.પી.એસ. ગુના ઉપરથી ગુજસીટોક એકટ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સીન્ડીકેટના આરોપીઓને ઝડપી પાડવા માટે સ્થાનિક એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની 5 અલગ અલગ ટીમો તૈયાર કરી ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસના આધારે અકબર રજાકભાઇ સંઘાર, અસગર રજાકભાઇ સંઘાર, શબ્બીરહુસૈન ઉર્ફે ભુરો ગુલામહુસૈન સુંભણીયા, અબ્દુલકરીમ ઉર્ફે કરીમ સલીમ કરીમ ભગાડ, જાવિદ આદમભાઇ જસરાયા રહે. તમામ સલાયાનાઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે જેમાં દરીયાઈ રસ્તે નાસી છુટવાનો પ્રયત્ન કરનાર આરોપીનો પણ સમાવેશ થાય છે. આ કામના મુખ્ય સુત્રધારો સહિત અન્ય આરોપીઓ મળી રીઝવાન રજાકભાઈ સંઘાર, એજાજ રજાકભાઇ સંઘાર, અકરમ રજાકભાઇ સંઘાર, જીલ ઉર્ફે જીલીયો કેતનભાઈ વાઘેલા રહે. સલાયા કે જેઓ હાલ કોર્ટ કસ્ટડી હેઠળ જેલ હવાલે છે..
-શા માટે કરવો પડ્યો ગુજસીટોક કારણ કે આવી હતી ચોર ગેંગની ગુન્હાહિત પ્રવૃતિઓ…
આ સીન્ડીકેટના મુખ્ય સુત્રધાર આરોપીઓના પિતા રજાક ઇશાકભાઇ સંઘાર કે જેઓ ભૂતકાળમાં સન ૧૯૯૩ના વર્ષ દરમ્યાન સોમાલીયાથી ગેરકાયદેસર રીતે લઇ આવેલ એક કાર્બાઇન ગન તથા કાર્ટીઝ જેવા ઘાતક હથિયારના ગુના પણ પકડાયેલ હતા તેમજ તેઓ વિરૂધ્ધ ટાડા એકટ મુજબની પણ કાર્યવાહી કરવામાં આવેલ હતી.સલાયા વિસ્તારમાં મહતમ લોકો મચ્છીમારી તથા વહાણવટાના ધંધા સાથે સંકળાયેલા વેપારી લોકો છે. જેઓની નીચે સામાન્ય લોકો મહેનત મજુરીકામ કરતા આવેલ છે. જે પૈકી મોટા ભાગના વેપારી ધંધાર્થીઓને આ ચોર ગેંગના ઇસમો તેઓને સરળતાથી ડરાવી ધમકાવી તેઓ પાસેથી ખંડણીની રકમ વસૂલી કરતા આવેલ છે. તેમ છતા જો કોઇ ખંડણી પેટેના પૈસા ન આપે તેઓના વહાણ સળગાવી દેવાની કે ચોરી કરવાની ધમકી આપી તેઓ પાસેથી બળજબરીથી પૈસા પડાવે છે.
આ ઉપરાંત પોતાનુ વર્ચસ્વ કાયમી ટકાવી રાખવા સારૂ આ પ્રકારના નિર્દોષ લોકા સાથે ઝઘડો કરી માર મારી ઇજા પહોંચાડવી,. દુકાનેથી વસ્તુઓ લઇ પૈસા નહી આપવા, નારકોટીકસને લગત ગુનાહિત પ્રવૃતિ આચરવી, દાદાગીરી કરવી, કાયમી હથિયાર સાથે રાખવું, પોલીસની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરી પોલીસ સાથે ઘર્ષણ કરવું, પોલીસ ઉપર હુમલાઓ કરવા, મરચાની ભુકીનો ઉપયોગ કરી લુંટ ચલાવવી, ચોરી છુપીથી ગાંજા જેવા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરવુ વિગેરે જેવી અનેક ગુનાહિત પ્રવૃતિ તેઓ આચરતા હોવાથી આ ચોર ગેંગનો સ્થાનિક વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ડરનો ખૌફ રહેલ છે.આમ બેફામ ગુન્હાઓ આચરતી આ ગેંગને દેવભૂમિ દ્વારકા પોલીસની ટીમે સ્પષ્ટ કરી દીધું કે જો ગુન્હાઓ આચરશો તો આકરામાં આકરી કાર્યવાહી કરતા પણ દેવભૂમિ દ્વારકા પોલીસ ખચકાટ અનુભવશે નહી.
-બ્રેવો ટીમ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ…
આ સફળ ઓપરેશન પાર પાડવા એસ.પી.નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શનમાં DYSP ખંભાળિયા હાર્દિક પ્રજાપતિએ, લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલ અને પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એમ.દેવમુરારી, એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.સી.શીંગરખિયા, સલાયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, વી.એન.શીંગરખિયા સહિતની એલસીબી એસઓજીની ટીમોએ રાત દિવસના ઉજાગરા કરીને અંતે ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.