Mysamachar.in:અમદાવાદ
રાજ્યમાં ગત સપ્તાહે વાવાઝોડાની અસર ને કારણે કેટલાય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો…પણ રાજ્યની ખરી વરસાદી સીસ્ટમ હજુ સક્રિય ના થતા ચિંતા જેવું વાતાવરણ હાલ છે, હાલ રાજ્યમાં ચોમાસાની રાહ જોવાઇ રહી છે. લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા છે, ગુજરાતમાં વરસાદને લઈને હાલ પશ્ચિમ બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ચોમાસું ઓડિશા સુધી પહોંચ્યું છે. આ તમામ પરિસ્થિતિને જોતા ગુજરાતમાં ચોમાસાની જમાવટ થતા હજુ સમય લાગશે તેવું અનુમાન છે. જોકે, હાલ 5 દિવસ ચોમાસાની શક્યતા ઓછી છે. આગામી 5 દિવસ અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગને માટે રાજ્યમાં ચોમાસા માટે હજુ એક સપ્તાહની રાહ જોવી પડશે. હાલની સ્થિતિને જોતા જૂન મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસાનું આગમન થતાની સાથે અરબ સાગરમાં સર્જાયેલ સાયક્લોન એક્ટિવિટીએ મોનસૂન સિસ્ટમને ડિસ્ટર્બ કરી દીધી છે. જેના પગલે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે, હવામાન વિભાગના અનુમાન મુજબ આ સમયે મોનસૂન માટે જે સિસ્ટમ બનવી જોઈએ તે નથી બની રહી જેના કારણે થી ચોમાસના આગમને લઇને વિલંબ થઇ રહ્યો છે.