My samachar.in:-અમદાવાદ
હાલ આકરા ઉનાળામાં લોકો કાળઝાળ ગરમી નો સામનો કરી રહ્યા છે, પરંતુ કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હાલ અરબી સમુદ્ર તરફથી પવન આવતા હોવાના કારણે ભેજવાળું વાતાવરણ છે જેને લઇને તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. પવનની દિશા પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફની હોવાથી આગામી ત્રણ દિવસ સુધી ભેજ વાળુ વાતાવરણ રહેશે.જેથી કરીને ગરમીના તાપમાનમાં ઘટાડો થશે પરંતુ 15 એપ્રિલ ફરી એક વખત ગરમીનો પ્રકોપ વધશે. જો કે રાજ્યમાં હીટવેવની આગાહી નથી.