Mysamachar.in-ગુજરાત
ચાલુ વર્ષે રાજ્ય સરકારે 10 ઓગસ્ટના દિવસે જાહેરાત કરી કે આ ખરીફ સીઝનમાં પ્રધાનમંત્રી પાકવીમાં યોજના નાબૂદ કરીએ છીએ અને તેની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરીએ છીએ એ જાહેરાત મુજબ આ યોજના ચાલુ વર્ષના ખરીફ સિઝન પૂરતી જ અમલમાં રહેશે. પ્રધાનમંત્રી પાકવીમાં યોજના નાબૂદ કરવાના કારણો આપતા મુખ્યમંત્રીએ કહેલું કે “”આ વર્ષે ખાનગી પાકવીમાં કંપનીઓએ ટેન્ડર બહુ જ ઊંચા ભર્યા છે,
જે રાજ્ય સરકારને પોસાય તેમ નથી માટે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના નાબૂદ કરી છે ખેડૂતોને જોખમ સામે નુકશાન ન જાય તેની રાજ્ય સરકારે પુરી કાળજી રાખી છે એટલે પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં લાવીએ છીએ આ યોજના ચાલુ વર્ષની ખરીફ ઋતુ પૂરતી અમલમાં રહેશે””
-મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શું છે, આ યોજના મુજબ તેના ત્રણ ભાગ છે.
1) દુષ્કાળ, 2) અતિવૃષ્ટિ, 3) માવઠું
1) દુષ્કાળ : સિઝનનો 10 ઇંચ કરતા ઓછો વરસાદ અથવા સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે
2) અતિવૃષ્ટિ : દક્ષિણ ગુજરાતમાં સતત 48 કલાકમાં 35 ઇંચ તેના સિવાય મધ્ય, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત 48 કલાકમાં 25 ઇંચ વરસાદ પડે તો અતિવૃષ્ટિ ગણાય
3) માવઠું : ગુજરાતના કોઈપણ તાલુકા મથકે રેઇનગેજમાં 15 ઓકટોબર થી 15 નવેમ્બર વચ્ચે સતત 48 કલાકમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તો તેને માવઠું ગણવામાં આવશે.
– યોજનાનો અમલ કેવી રીતે
ઉપરોકત નિયમોનુસાર કોઈપણ તાલુકામાં વરસાદ પડે તો કલેકટર દ્વારા 7 દિવસમાં તેની દરખાસ્ત કરવાની હોય છે ત્યારેબાદ 7 દિવસમાં રાજ્ય સરકારે લગત ડીડીઓને જાણ કરવાની ત્યારબાદના 15 દિવસમાં ડીડીઓએ સર્વે કરી તેનો અમલ કરવાનો હોય છે.
– જો યોજના અમલ થાય તો ખેડૂતોને પાક નુક્શાનીનું વળતર કેવી રીતે અને કેટલું મળે
આ યોજનામાં નક્કી કરેલા નિયમોનુસાર વરસાદ નોંધાયો હોય તો ડીડીઓ દ્વારા ખેડૂતને થયેલ પાક નુક્શાનીનું સર્વે કરવાનું હોય છે જો ખેડૂતને 33% થી 60% સુધી નુકશાન હોય તો પ્રતી હેકટર 20,000 રૂપિયા મળવાપાત્ર છે વધારેમાં વધારે 4 હેકટર સુધીનું (4×20,000 = 80,000) વળતર મળવાપાત્ર છે જો નુકશાન 60% થી વધારે થયું હોય તો પ્રતી હેકટર 25,000 રૂપિયા મળવાપાત્ર છે વધારેમાં વધારે 4 હેકટર સુધીનું (4×25,000=1,00,000) વળતર મળવાપાત્ર છે.
– અતિવૃષ્ટિમાં સતત 48 કલાકમાં ક્યાં 25 ઇંચ વરસાદ નોંધાયો
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં તારીખ 6 જુલાઈના રોજ 487 મિલિમિટર અને 7 જુલાઈના રોજ 235 મિલિમિટર વરસાદ નોંધાયો હતો જે સતત 48 કલાકમાં 28.5 ઇંચ વરસાદ નોંધાયો તેમ છતાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખંભાળિયા તાલુકામાં લાગું કરવામાં આવી નથી
– આ યોજના મુજબ ક્યાં ક્યાં માવઠું થયું છે.
કચ્છના ગાંધીધામ તાલુકામાંમાં તારીખ 18 ઓક્ટોબર ના રોજ 65 મિલિમિટર, અંજાર તાલુકામાં 18 ઓક્ટોબર ના રોજ 78 મિલિમિટર અને ભુજ તાલુકામાં 20 ઓક્ટોબર ના રોજ 20 મિલિમિટર અને 21 ઓક્ટોબર ના રોજ 60 મિલિમિટર વરસાદ નોંધાયો,
રાજકોટ તાલુકાના કોટડા સાંગાણી તાલુકામાં 19 ઓક્ટોબર ના રોજ 51 મિલિમિટર, ગોંડલ તાલુકામાં 19 ઓક્ટોબર ના રોજ 63 મિલિમિટર, ધોરાજી તાલુકામાં 19 ઓક્ટોબરના રોજ 56 મિલિમિટર વરસાદ નોંધાયો
પોરબંદરના રાણાવાવ તાલુકામાં 21 ઓક્ટોબર ના રોજ 69 મિલિમિટર વરસાદ નોંધાયો
ભાવનગરના સિહોર તાલુકામાં 19 ઓક્ટોબર ના રોજ 92 મિલિમિટર વરસાદ નોંધાયો,
જામનગરના ધ્રોલ તાલુકામાં 19 ઓકટોબર ના રોજ 109 મિલિમિટર વરસાદ નોંધાયો
દેવભૂમિ દ્રારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 20 ઓક્ટોબર ના રોજ 30 મિલિમિટર અને 21 ઓક્ટોબર ના રોજ 43 મિલિમિટર વરસાદ નોંધાયો
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં 21 ઓક્ટોબર ના રોજ 54 મિલિમિટર વરસાદ નોંધાયો
અમરેલી જીલ્લાના બાબરા તાલુકામાં 20 ઓક્ટોબર ના રોજ 39 મિલિમિટર અને 21 ઓક્ટોબર ના રોજ 12 મિલિમિટર વરસાદ નોંધાયો
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 18 ઓક્ટોબર ના રોજ 51 મિલિમિટર વરસાદ નોંધાયો
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં 18 ઓક્ટોબર ના રોજ 66 મિલિમિટર વરસાદ નોંધાયો
ભરૂચ જિલ્લાના નેત્રાંગ તાલુકામાં 18 ઓક્ટોબર ના રોજ 54 મિલિમિટર વરસાદ નોંધાયો અને
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં 18 ઓક્ટોબર ના રોજ 51 મિલિમિટર વરસાદ નોંધાયો
– વરસાદના કારણે નિયમોનુસાર નુકશાન થયું છે તો અમલ કેમ નહિ….???
પાકવીમાં યોજના નાબૂદ કરી તેની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં આવી તો સરકાર એનો અમલ શા માટે નથી કરતી….? ઉપરોકત 17 તાલુકાઓને આ યોજનામાં નિયમોનુસાર સમાવેશ કરી ખેડૂતોને નુક્સાનીનું વળતર આપવું જોઈએ પણ સરકાર પાણીમાં બેસી ગઈ છે.
– SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બન્નેના લાભ મળવાપાત્ર છે.
જેવી રીતે પાક નુક્શાની સમાયે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના અને SDRF બન્ને યોજના નો લાભ ખેડૂતોને મળતો હતો તેવી જ રીતે SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એમ બન્ને યોજનાનો લાભ મળવાપાત્ર છે આ યોજના અંગે સરકારે જાહેર કરેલ પરિપત્રના “ઘ” ની કલમ 9 માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે “આ યોજના ઉપરાંત જે ખેડૂતોને SDRF ના લાભ મળવાપાત્ર હશે તો મળશે” એટલે એક નુક્શાનીમાં બે લાભ ન મળે એ સરકારની દલીલ વ્યાજબી નથી
– ગુજરાત કિસાન કોંગ્રેસ જન આંદોલન અને ગુજરાત હાઈકોર્ટમાં જતા પહેલા સરકારને નોટિસ આપી
તારીખ 13 નવેમ્બર 2020 ના રોજ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા એ રાજ્યના અગ્ર સચિવ, કૃષિ સચિવ, નાણાં સચિવ અને મહેસૂલ સચિવને એક નોટિસ આપી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો ઉપરોક્ત 17 તાલુકામાં અમલ કરવા વિનંતી કરી છે જેમાં કહ્યું છે કે ઉપરોક્ત 17 તાલુકાઓ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત અમલને પાત્ર છે તેમ છતાં રાજ્ય સરકારે આ તાલુકાઓમાં આ યોજનાનો અમલ ન કરી ખેડૂતોને મોટું નુકસાન કરવામાં આવ્યું છે ત્યારે તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે અન્યથા અમારે ન છૂટકે જન આંદોલન અને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાની ફરજ પડશે.
– આવતીકાલ થી ગુજરાત કિસાન કોંગ્રેસ જન આંદોલન કરશે
આવતીકાલે તારીખ 18 નવેમ્બર ના રોજથી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ખેડૂતોની ઉપસ્થિતિ સાથે જન આંદોલનની શરૂઆત કરશે 20 નવેમ્બર ના રોજ ભરૂચ જિલ્લામાં નેત્રાગ તાલુકામાં, 23 નવેમ્બરના રોજ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં અને 24 નવેમ્બરના રોજ દેવભૂમિ દ્રારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં જન આંદોલન કરશે… બાકીના તાલુકાઓમાં ક્યારે તેની જાહેરાત હવે પછી કરવામાં આવશે તેમ કિશાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.