Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પોતાના ઘરે રંગોળી કરી અનોખો વિરોધ કર્યો હતોહંજડાપર ગામે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ રંગોળી બનાવી કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલીયાએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો દિવાળીના દિવસે રંગોળી પર દીવડા પ્રગટાવી સરકારના મગજમાં પ્રકાશ પાડવા અનોખો વિરોધ નોંધાવ્યો હતો સરકાર અમારા પ્રશ્નો સાંભળતી ન હોય ન છૂટકે અમારે અનોખો વિરોધ કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હોય ચાલુ વર્ષે 120% થી 291% સુધી પડેલા વરસાદ વાળા તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી હતી,
પાક નુકશાનીનું વળતર તાત્કાલિક ચુકવવા માંગ કરાઈ હતી જમીન માપણી રદ્દ કરવાની માંગ રંગોળી બનાવી કરવામાં આવી હતી પાકવીમામાં થયેલા કૌભાંડોમાં તટસ્થ તપાસ કરી ખેડૂતોને પાકવિમો ચુકવવા માંગ કરવામાં આવી હતી વર્ષ 2020-21 અને 2021-22 માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબનું વળતર ચૂકવવા માંગ કરાઈ હતી વર્ષ 2019-20 નું 12 લાખ ખેડૂતોએ ભરેલ 430 લાખનું પાકવીમા પ્રિમિયમ પરત આપવા માંગ કરાઈ હતી વર્ષ 2019 નો 8 તાલુકાઓનો મંજુર થયેલો 25% પાકવિમો તાત્કાલિક ચુકવવા માંગ કરવામાં આવી હતી.