Mysamachar.in-જામનગર:
જામનગર આર્મી કેમ્પમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનએ ગતરાત્રીના પોતાની રાઇફલમાંથી ધડાધડ પોતાના પર ફાયરિંગ કરીને કોઈ કારણોસર આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે, આ બનાવની જાણે એમ છે કે જામનગર ઇન્ફ્રન્ટ્રી બ્રિગેડ આર્મી કેમ્પના ક્વાટર ગાર્ડ પાસે ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિશાખ કુમારના રૂમમાં ફાયરિંગનો અવાજ આવતા જવાનો દોડી ગયા હતા ત્યારે વિશાખ કુમારે પોતાની જ રાઇફલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લેતા સ્થળ પર જ મોત નીપજયું હતું,
જામનગર આર્મી કેમ્પમાં ગાર્ડ તરીક ફરજ બજાવતા વિશાખ કુમાર મૂળ કેરલના છે અહિયાં એકલા જ રહેતા હતા અને તેમના પત્ની વગેરે પરિવાર કેરલમાં વસવાટ કરે છે. ત્યારે ક્યાં કારણોસર જવાને આત્મઘાતી પગલું ભર્યું છે તેની વધુ તપાસ ખંભાળિયા ગેઇટ ચોકીના મહિલા PSI ચલાવી રહ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.