Mysamachar.in:ગુજરાત
સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ 01/07/2017થી GST વ્યવસ્થા અમલમાં આવી. પ્રથમ વર્ષે ગુજરાતમાં એક્ટિવ જીએસટી કરદાતાઓની સંખ્યા 5,08,863 હતી જે 2022-23 માં વધીને 11,44,559 થવા પામી છે. આ સમયગાળા દરમિયાન 3.26 લાખ કરદાતાઓએ જીએસટી નંબર જાતે રદ્ કરાવ્યા અથવા કંપનીઓનું એકીકરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત સરકારે પણ 1.85 લાખ નંબરો રદ્ કર્યા છે કેમ કે, આ કરદાતાઓ બોગસ બિલિંગ કરતાં હતાં.






