Mysamachar.in-અમદાવાદઃ
આ વખતની દિવાળી ST માટે ખુબ જ ફાયદાકારક નીવડશે તેવું અધિકારીઓનું કહેવું છે, જો કે ફાયદાની સાથે જ વધુ મુસાફરોને આકર્ષવા માટે એસટી વિભાગે એક ખાસ સેવા શરૂ કરી છે. આ સેવાનો લાભ દિવાળીના આગલા દિવસથી જ મળશે. ગુજરાત એસટી વિભાગ દ્વારા એવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેનાથી દરેક મુસાફર બેઠા બેઠા જાણી શકશે કે તેની બસ ક્યાં પહોંચી છે. આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી GSRTC ઍપને ડાઉનલોડ કરવી પડશે, એપ ડાઉનલોડ કર્યા બાદ TRACK MY BUS પર ક્લિક કરો, જો તમે એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તેનો PNR નંબર તમારી ટિકિટમાં હશે, આ નંબર એપમાં એન્ટર કરો, ત્યારબાદ VeHICLE NO (બસનો નંબર) એડ કરો અને SUBMIT કરો. આવું કરતાં જ તમારી બસનું એક્જેટ લોકેશ મળી જશે. ઉલ્લેખનીય છે કે તહેવારોને કારણે લાખોની સંખ્યામાં મુસાફરો એસટીમાં મુસાફરી કરે છે. આ દિવાળીમાં રાજ્યના એસટી વિભાગને કરોડોમાં આવક થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.