Mysamachar.in-જામનગર:
અન્ન ભેગા તેના ભેગા સિદસર ખાતે પાંચદિવસીય શ્રી શતાબ્દી મહોત્સવમાં કડવા પાટીદારોનો માનવ મહેરામણ ઉભરાય રહયો છે. મા ઉમિયાના દર્શને આવતા ભાવીકોની ભીડને પહોંચી વળવા રસોડા સમિતિ દ્વારા બેનમૂન આયોજન કરવામાં આવ્યુ છે. ૩૦ વિદ્યા જેટલા વિસ્તારમાં અલગ-અલગ 12 જેટલા ભોજનાલયો બનાવવામાં આવ્યા છે. જેમાં 2000 સ્વયંસેવકોની ફોજ ખડે પગે સેવા બજાવી રહી છે. આ ઉપરાંત અતિથિ વિશેષ તેમજ સ્વયંસેવકો માટે અલગ ભોજનાલયોની વ્યવસ્થા જીતુભાઈ વાછાણી સંભાળી રહયા છે. રસોડાઘરમાં ૫૦૦ જેટલા રસોઈયા ભાઈઓ-બહેનો નિરંતર કાર્યરત છે. ભોજન પ્રસાદ લેવામાં ભીડ ન જામે અસુવિધા થાય તે માટે 30 મિનીટમાં 40,000 જેટલા ભાવીકો ભોજન લઈ શકે તેવી ઝડપી અને સુચારૂ વ્યવસ્થા રસોડા સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ આરદેશણા, ઉપાધ્યક્ષ રમેશભાઈ મકવાણા, ચંદુભાઈ બારીયા, મંત્રી નાથાભાઈ નાદપરા, સહમંત્રી વલ્લભભાઈ પનારા, ચંદુભાઈ રબારા ના માર્ગદર્શન હેઠળ 13 જેટલા કારોબારી સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવી છે.
શ્રી ૧। શતાબ્દી મહોત્સવમાં પાંચ દિવસ દરમ્યાન અલગ-અલગ સ્વાદિષ્ટ પકવાન-ફરસાણ તેમજ વૈવિવ્યપૂર્ણ વાનગીઓ છાશ સાથે પિરસવામાં આવશે. આ માટે ખાદ્યસામ્રગીનો વિશાળ જથ્થો રસોડા સમિતિ દ્વારા મહોત્સવ સ્થળે એકત્ર કરવામાં આવ્યો છે. જેમાં 500 ડબા ધી, 1000 મણ ખાંડ, 2000 મણ ઘઉંનો લોટ, 1000 મણ ચણાનો લોટ, 750 મણ ચોખા, 300 મણ તૂવેર દાળ, 1500 ડબા સિંગતેલ, 20,000 લીટર દુધ, 2000 મણ બટેટા ઉપરાંત રોજ બરોજ તાજા લીલા શાકભાજી તથા અન્ય વસ્તુઓ વાપરવામાં આવશે. આ ખાચ સમગ્રીમાં વિવિધ દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે.
સિદસર પાંચ દિવસીય મહોત્સવ દરમ્યાન ભાવીકો ને પ્રથમ દિવસે તા. 25 ને બુધવારે બપોરે ચુટમું. સેવબુંદી, મગનું. બટેટાનું શાક, દાળ-ભાત રોટલી, છાશ સાંજે ચુંરમું, સેવબુંદી, મિક્ષ શાક, કઢી, ખીચડી, રોટલી છાશ પિરસવામાં આવ્યુ હતુ. તા. 26 ને ગુરૂવારે બપોરે મોહનથાળ, ગાંઠીયા, દેશી ચણા-રીંગણા બેટેટાનું શાક, દાળ-ભાત, રોટલી છાશ, સાંજે મોહનથાળ, ગાંઠીયા, મીક્ષ શાક, કટી ખીચડી, રોટલી, છાશ તા. 27 ને શુક્રવારે બપોરે મહાપ્રસાદ શીરો, ફુલવડી, ચોળીનું શાક, બટેટાનું શાક, દાળ-ભાત, સ્વામિનારાયણ રોટલી, છાશ સાંજે બુંદી, ગાંઠીયા, બટેટાનું શાક, કઢી, ખીચડી, સ્વામિનારયણ રોટલી, છાશ. તા. 28 ને શનિવારે બપોરે બુંદી, ગાંઠીયા, મગ-બટેટાનું શાક, દાળ-ભાત, રોટલી, છાશ, સાંજે બુંદી, ગાંઠીયા, બટેકાનું શાક, દાળ-ભાત, રોટલી, છાશ, તા. 29 ને રવિવારે બપોરે ચુરમું ગાંઠીયા. મિક્ષ કઠોળ, બટેકાનું શાક, દાળ-ભાત, રોટલી છાશ સાંજે ચુરમું, ગાંઠિયા, બટેકાનું શાક, દાળ-ભાત, સ્વામિનારાયણ રોટલી, છાશ પિરસવામાં આવશે.