Mysamachar.in-જામનગર
શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓ જાણે ડી ઇ ઓ ના કહ્યામાં નથી તેવુ ચિત્ર ઉપસ્યુ છે. કેમ કે જિલ્લાકક્ષાએ પ્રવાસી શિક્ષકોના વેતનના સવાલ ઉઠ્યા તેના ઉપરથી એક તારણ આવુ નીકળે છે, ડી ઇ ઓ બેઅસર હોય તો દેખીતુ છે કે શિક્ષણ ને અસર ખરાબ થાય જ ત્યારે મહત્વનુ એ છે કે શાળાઓની ગ્રાન્ટ તો ડી ઇ ઓ જ રિોલીઝ કરે તો શુ દબાણ ન કરી શકે? કે પછી ગ્રાન્ટ દબાવી રાખે છે એના રીએક્શન છે? કે ગ્રાન્ટેડ શાળાઓ સામા શીંગડા ભરાવે છે કેમકે પગાર અને નિભાવ ખર્ચ એમ ગ્રાન્ટ બે પ્રકારની હોય છે તે બાબતે અલગથી તપાસ થવી ઘટે..
વાત જાણે એમ છે કે ગ્રાન્ટેડ શાળા આચાર્યોની ભરતી કરતી નથી…તે માટે ચાર્જમા મુકે જેથી શિક્ષક ઘટે માટે પ્રવાસી શિક્ષક માંગે પરંતુ વર્કલોડ ની લાંબી લચક પ્રક્રિયા જોઇ પ્રવાસી શિક્ષક મંજુર થાય અને પ્રાથમીક માધ્યમીક ઉચ્ચતર માધ્યમીકમાં જલદી પ્રવાસી શિક્ષકો અપાતા નથી કેમકે પત્રવ્યવહારમા સમય જાય એ દરમ્યાન શિક્ષણ બગડે છે, ઉપરથી બીજી બાબત એ બહાર આવી છે કે આવા પ્રવાસી શિક્ષકોના વેતન શિક્ષણ કચેરી સમયસર રીલીઝ કરતી નથી તેની સામે ઓડીટ નો મુદો એ છે કે શાળાઓ પણ ગજબનાક રીતે રજા ના દિવસોના પણ પ્રવાસીના બીલ મુકે છે આમ એકંદર ગ્રાન્ટેડ શાળાઓ ડી ઇ ઓ ના કહ્યામા કે દબાણ મા કે અનુસાશનમા નથી તેવુ આ ભરતી બીલ ઉપરાંત બીજા પણ અનેક મુદાઓમા ગાંઠતી ન હોય તેવા ચિત્ર ઉપસે છે.






