Mysamachar.in-જામનગર:
જામનગરના ગ્રેઇન માર્કેટમા આવેલ મિલાપ ચેમ્બરમા ગોળના કમીશનનો વેપાર કરતાં હરીશભાઈ રમણીકલાલ સોમૈયાની ઓફિસમાં વેપારના પૈસાની લેતીદેતી બાબતે નીતિન ગોયલ,સતીશ ગોયલ,કનું,જીતેન્દ્ર,અનુ,અજય,તથા એક અજાણ્યા ઇસમોએ વારાફરતી આવી સતીશ ગોયેલ નામના શખ્સે વેપારી સાથે ધક્કામુકી કરી,અને માર મારી અને સિક્યુરિટી ડીપોઝીટ પેટે લીધેલા કોરા ચેકમાં રકમ ભરી જમા કરાવવાની ધમકીઓ આપવા ઉપરાંત હરીશભાઈનો પુત્ર જે સુરત ખાતે રહે છે તેને ઉઠાવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો વેપારીઓમાં ચર્ચાસ્પદ આ મામલો પોલીસમથકે પહોચ્યો છે.અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.