Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કર્યા છે, રાજ્યમાં આ ચોમાસા દરમ્યાન ભારે વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી વિસ્તારોમાં રસ્તા માર્ગોને જે નુકસાન થયું છે તેનું રીપેરીંગ ,રિસરફેસ તેમજ નાગરિક સુવિધા વૃદ્ધિના માર્ગ મરામત કામોમાં થર્મો પ્લાસટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ,સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટીના કામો વગેરે માટે આ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે, આ કામો ઝડપથી હાથ ધરાય અને નાગરિકોને આવાગમનની સરળતા રહે તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુસર તત્કાલ દરેક નગર પાલિકાઓને આ રકમ ફાળવવાનો નિર્ણય કરાયો છે,
સરકારના આ નિર્ણય અનુસાર રાજ્યની અ વર્ગ ની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને 75 લાખ, બ વર્ગની 30 નગર પાલિકાઓને પ્રત્યેકને 60 લાખ, ક વર્ગ ની 60 નગર પાલિકાઓને પ્રત્યેકને 45 લાખ તેમજ ડ વર્ગની 44 નગર પાલિકાઓને પ્રત્યેકને 30 લાખ એમ રાજ્યની તમામ 156 નગરપાલિકાઓને સમગ્રતયા 74.70 કરોડ રૂપિયા રોડ રસ્તા રીપેરીંગ રિસરફેસીંગના કામો માટે ફાળવવામાં આવ્યા છે.