Mysamachar.in-ગાંધીનગર
હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે પ્રશ્નોતરી કાળ દરમિયાન વિવિધ પ્રશ્નો અને તેના રસપ્રદ ઉતર સામે આવતા રહે છે. એવામાં ગરીબી હેઠળના પરિવારોની સંખ્યા અંગે પૂછવામાં આવેલ સવાલમાં આવો જ જવાબ મળે છે, રાજય સરકાર દ્વારા વિધાનસભામાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અપાયેલા જવાબ પ્રમાણે ગુજરાતમાં દોઢ વર્ષમાં 46,651 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. ગુજરાતમાં ડીસેમ્બર, 2020ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 31.41 લાખ પરિવાર ગરીબ હોવાનું બહાર આવ્યું છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે 31,41,231 પરિવાર ગરીબ હોવાથી એક પરિવારમાં 6 સભ્ય સંખ્યા ગણીએ તો 1.88 કરોડ નાગરિક ગરીબીમાં જીવે છે, જેનો અર્થ એવો થયો કે, મોડલ સ્ટેટ ગણાતા ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી ગરીબીમાં સબડે છે. ગુજરાતના અમરેલીમાં સૌથી વધુ 2411 પરિવાર અને રાજકોટમાં 1509 પરિવારનો વધારો થયો છે.