Mysamachar.in-જામનગર:
જામનગરના GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશને જણાવ્યું છે કે, તાજેતરમાં સરકાર દ્વારા GST માં જે ફેરફારો કરવામાં આવ્યા છે તેથી રોજિંદા જીવનમાં વપરાતી ઘરવપરાશની ચીજો, આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી ચીજો, આરોગ્ય અને જિવનવીમામાં શૂન્ય ટકા ટેક્સ, શૈક્ષણિક સામગ્રીઓમાં કરઘટાડો, કૃષિ ક્ષેત્રને રાહતો, બાગાયત ક્ષેત્રને લાભ, ઓટોમોબાઈલ ક્ષેત્રને ફાયદો અને ઈલેક્ટ્રીક ક્ષેત્રમાં પણ ચીજો સસ્તી થશે. જેનાથી વિવિધ વર્ગને લાભો મળશે. આ સાથે એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાએ જણાવ્યું છે કે, એક વખત એમ કહેવાતું કે, સરકાર ઉદ્યોગકારોની છે પણ GST સ્લેબમાં જે ફેરફારો થયા તે દર્શાવે છે કે, સરકાર નાના અને મધ્યમ વર્ગના લોકોની છે.
