Mysamachar.in-
આજ રોજ ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ. જેમાં વરસાદની સ્થિતિથી માંડીને રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. જે દરમ્યાન મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં આ બન્ને મુદ્દે અધિકારીઓના બરોબરના ક્લાસ લીધા છે.કેબીનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું કે…
ગુજરાત સરકારે રખડતા ઢોર મુદ્દે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો પશુને ઢોરવાડામાં મુકવામાં આવે છે. તેને વિનામુલ્યે રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ સરકાર ભોગવશે. રાજ્યના 8 મહાનગરપાલિકા અને 56 નગરાપાલિકાના ઢોરવાડામાં પશુઓને વિનામુલ્યે રાખવાની મંજૂરી સરકારે આપી દીધી છે. રખડતા ઢોરના ત્રાસથી જનતાને મુક્ત કરવા રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઢોરવાડાની મર્યાદા હશે, ઘાસચારાની અછત હશે, તે તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે તેમ પણ મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું. હંગામી ધોરણે તાત્કાલિક ઢોરવાડા બનાવવાનો આદેશ અપાયો છે. થોડા દિવસોમાં તેની અમલવારી કરવામાં આવશે.