Mysamachar.in-ગાંધીનગર
ઘણી વખત બેફામ સ્પીડ ને કારણે પણ અકસ્માતો અને એ અકસ્માતોમાં લોકોના મોતના મામલાઓ સામે આવતા હોય છે, ત્યારે જે લોકો જાહેરમાર્ગો પર સ્પીડ કરતા વધુ ગતિથી વાહન ચલાવે તેણે ચેતી જવાની જરૂર છે. કારણ કે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરતુ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે, વાહન વ્યવહાર વિભાગના આદેશ પ્રમાણે રાજ્યમાં 120ની સ્પીડ કરતા વધુ સ્પીડે વાહન ચલાવી શકાશે નહીં. તો ટુ વ્હીલર વાહનો માટે પણ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
એક આદેશ બહાર પાડીને શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તથા જાહેર માર્ગો પર વાહન ચલાવવાની ગતિ મર્યાદા નક્કી કરી છે. દરેક વાહનો માટે અલગ-અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. કોઈપણ વાહન વધુમાં વધુ 120થી વધારેની સ્પીડ પર ચલાવી શકાશે નહી તેવું સ્પષ્ટ કરી દેવાયું છે, રાજ્યમાં એક્સપ્રેસ હાઈવે પર ગાડીની સ્પીડ લિમિટ 120 કિમી નક્કી કરવામાં આવી છે. તો નેશનલ હાઈવે પર 100 અને સ્ટેટ હાઈવે પર 80 કિમી પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે. કોર્પોરેશનના શહેરી વિસ્તારમાં 65 તથા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર 50 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
– માલસામાનની હેરફેર કરતા વાહનોની મર્યાદા આ પ્રમાણેની હશે..
– એક્સપ્રેસ હાઇવે 80
– નેશનલ હાઇવે 80
– સ્ટેટ હાઇવે 70
– મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60
– ગ્રામ્ય વિસ્તાર રોડ 40