mysamachar.in-જામનગર
જામનગર થી દિલ્હી બીલ વગરનો ૭૦ લાખ નો બ્રાસપાર્ટનો માલ મોકલવામાં આવી રહ્યો હતો ત્યારે ધ્રોલના સોયલટોલનાકા પાસેથી આ ટ્રકને જીએસટી વિભાગે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે,જીએસટી વિભાગની મોબાઈલ સ્કવોડ એ સોયલટોલનાકા નજીક થી બ્રાસપાર્ટનો એક ટ્રક ઝડપી પાડ્યો છે,
જામનગર જીએસટીની ટીમ દ્વારા બીલ વગરના માલ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,દરમિયાન ધ્રોલ નજીક સોયલટોલનાકા પાસે ચેકિંગ દરમિયાન જામનગર થી દિલ્હી જઈ રહેલ બ્રાસપાર્ટના ટ્રકની તપાસ હાથ ધરવામાં આવી હતી,જેમાં જીએસટી અધિકારી વી.એ.મહેતા ના જણાવ્યા પ્રમાણે આ માલ બીલ વગરનો હોય અમુક લોકોએ પેઢી ઉભી કરીને આ માલ દિલ્હી પહોચાડવાનું પ્રયાસ કરવામાં આવ્યો હોય હાલ અંદાજે ૭૦ લાખનો બ્રાસપાર્ટનો માલ સ્થગિત કરવામાં આવ્યો છે,
જીએસટી ના અધિકારીઓ દ્વારા ઊંડાણભરી તપાસ હાથ ધરી હોય ખોટા બીલો જનરેટ કરી આ માલ બહાર મોકલવામાં આવતો હોવાની શંકા ના આધારે વધુ તપાસ જીએસટી ના અધિકારીઓએ હાથ ધરી છે,અને જીએસટી અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમના અનુમાન મુજબ આમાં કોઈ ગેરરીતી સામે આવશે તો આ માલને હરરાજી કરીને રકમ વસુલવામાં આવશે તેવી કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારી હતી.