Mysamachar.in-અમદાવાદ:
દેશની ટેલિકોમ નિયંત્રક સંસ્થા TRAI દ્વારા ટેલિકોમ કંપનીઓને એક નવો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, કંપનીઓએ હવેથી મોબાઈલમાં ડેટાનો ઉપયોગ ન કરતાં ફોનધારકોને વોઈસ કોલ અને SMS માટે અલગથી સ્પેશિયલ પ્લાન આપવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો મોબાઈલ ધારકો 2G ફોનનો ઉપયોગ કરે છે. તેઓ ડેટાનો ઉપયોગ નથી કરતાં. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ ઘણાં વૃદ્ધો અને મહિલાઓ ડેટા યૂઝ નથી કરતાં, સાદા ફોનનો ઉપયોગ માત્ર વાતચીત માટે કરે છે. આ કરોડો યૂઝર માટે આ સ્પેશિયલ પ્લાન ખૂબ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત એવો પણ આદેશ થયો છે કે, કંપનીઓએ આ સ્પેશિયલ ટેરિફ વાઉચર 90 દિવસ માટે છે તેની મર્યાદા વધારીને 365 દિવસની કરવી જોઈએ. આ ઉપરાંત TRAI ના નવા નિયમ અનુસાર, રૂ. 10 નું ટોપ અપ વાઉચર હોવું જરૂરી છે.