• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, May 20, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સારા ઉમેદવારો અને સુવિધાઓનો  વોર્ડ નં 1 મા અનેરો સંગમ, ભાજપએ કર્યા લોકોના અનેક વિકાસ કામ માટે જ ફેવરીટ

My Samachar by My Samachar
February 18, 2021
in રાજકારણ
Reading Time: 1 min read
A A
સારા ઉમેદવારો અને સુવિધાઓનો  વોર્ડ નં 1 મા અનેરો સંગમ, ભાજપએ કર્યા લોકોના અનેક વિકાસ કામ માટે જ ફેવરીટ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશનની ચુંટણીમા જુદા-જુદા વિસ્તારમાથી અભિપ્રાય લેવાઇ રહ્યા છે, લોકો સારા ઉમેદવાર જુએ તેમજ યુવા શિક્ષીત અને ઉત્સાહી નવા ઉમેદવારને આવકારે તેમજ જો પુર્વ નગરસેવક-કોર્પોરેટરો ચુંટણીમા ઉભા હોય તો તેઓએ પ્રજા માટે શુ કર્યુ છે તે પણ લોકો જોતા જ હોય છે, ત્યારે અભિપ્રાય એ મળ્યો છે કે વોર્ડ નંબર 1 મા એક તરફ ઉમેદવારો સારા છે બીજી તરફ આ વોર્ડમા ભાજપની કોર્પોરેશનની સરકારે અનેક વિકાસ કામ આ ઉમેદવારો જે પુર્વ કોર્પોરેટરો છે તેમની રજુઆતો ઉપરથી કર્યા છે માટે વોર્ડ નંબર 1 મા અનેરો સંગમ કે ઉમેદવારો સારા અને સુવિધાઓ પણ સારી થઇ છે જે હજુ આગળ વધશે અનેક કામો લોકો માટે થનારા છે,

માટે જ ભાજપની પેનલના આ વોર્ડ નંબર 1ના ઉમેદવાર ઉમરભાઇ ઓસમાણભાઇ ચમડીયા (ઉમરભાઇ પટેલ) તેમજ ઉમેદવાર ફિરોઝભાઇ હુસેનભાઇ પતાણી તથા ઉમેદવાર હુશેનાબેન અનવરભાઇ સંઘાર, ઉમેદવાર કુ. મનિષાબેન અનિલભાઇ બાબરિયા આ વિસ્તારના લોકોમાં આ ચુંટણીમાં ફેવરીટ બની રહ્યા છે માટે લોકો તેઓને ચારેયની પેનલને જીતાડશે જ તેવુ સર્વેમા જાણવા મળ્યુ છે,

આમ જોઇએ તો જામનગર મહાનગરપાલિકામાં આવતો આ વોર્ડ નંબર 1 સ્લમ વિસ્તાર છે, છતાં પણ ભાજપ શાષિત જામનગર મહાનગરપાલિકાએ “જ્યાં માનવી ત્યાં વિકાસ” ના મંત્રને સાર્થક કરવા માટે આ વિસ્તારને હંમેશા ન્યાય આપી અને વિસ્તારના લોકો પણ સુવિધાઓથી વંચિત ના રહે તે માટે તમામ પ્રયાસો કર્યા છે, અને તેને કારણે જ આ વિસ્તારમાં જયારે ભાજપની હાલના ઉમેદવારોની પેનલ લોકોને મત માટે અપીલ કરવા જઈ રહી છે ત્યારે લોકો તેને વધાવી લઇ અને આશિર્વાદ આપી રહ્યા છે તેનુ કારણ વિકાસ કામોનુ ભાથુ છે,

-લોકોનો સંપર્ક કરી ક્યા કામ જરૂરી છે તે જાણતા ઉમેદવારો હોય લોકપ્રિય હોય તે સહજ બાબત છે

વોર્ડ નંબર 1માં ધરારનગર 1, સોલ્ટ, માધાપર ભૂંગા, જોડિયાભૂંગા, ગરીબનગર, બેડી, બેડેશ્વર, હાડકાનું કારખાનું, એકડે એક વિસ્તાર, સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ગતટર્મમાં કોર્પોરેટર રહેલા હુસેનાબેન અનવર સંઘાર અને ઉમરભાઈ ઓસમાણભાઈ ચમડિયા જે ઉમર પટેલના નામથી જાણીતા છે, તે બન્ને સાથે ત્યારે ભલે કોર્પોરેટર ના હોય પણ હાલના ભાજપના ઉમેદવાર જેના પરિવાર સહીત વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે તેવા ફિરોઝભાઈ હુસેનભાઈ પતાણી અને મનીષાબેન અનિલભાઈ બાબરિયા આ બને કોર્પોરેટરો સાથે અને વ્યક્તિગત લોકોના સંપર્કમાં રહી જરૂરી કામકાજ અને સેવાઓ પૂરી પાડતા આવ્યા છે,

માટે જ કહેવાય છે કે લોકોના સંપર્કમા રહી ક્યા કામોની વિશેષ જરૂર છે તે કરાવતા આવ્યા હોઇ આ ચારેય ઉમેદવારો લોકપ્રિય હોય તે સહજ બાબત છે તેવો અભિપ્રાય મળ્યો છે, અને માટે જ આટલા મોટા વિસ્તારમાં સુવિધાઓના અઢળક કામો વર્ષોથી થતા આવ્યા છે, તેમાં ખાસ પાછલા 5 વર્ષમાં આ વિસ્તારના જાગૃત બન્ને ભાજપના કોર્પોરેટરો અને તેની ટીમ ઉપરાંત હાલના ઉમેદવારોએ પણ પક્ષ સાથે જરૂરી સંકલન કરી અને વિસ્તાર માટે જરૂરી રજુઆતો કરતા રહ્યા છે, આ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરોને સ્થાનિક આગેવાનો અને લોકો તરફથી મળતી રજુઆતો અને પ્રશ્નોને લઈને પાછલા પાંચ વર્ષમાં ઉડીને આંખે વળગે તેવા કામો વોર્ડ નંબર 1 માં થયા છે, જેનો શ્રેય આ વિસ્તારના જાગૃત ભાજપના ઉમેદવારોને જાય છે.

-વોર્ડ નંબર 1 પ્રથમ વખત ભાજપના શાસનમાં સુવિધાઓથી સજ્જ થયો

મોટા ભાગે સ્લમ જેવો વિસ્તાર ભાજપના શાસનમા પ્રથમ વખત સુવિધાઓથી સજ્જ થયો છે વોર્ડ નંબર 1 માં ખુલ્લી ગટરો રસ્તા પર ના રહે તે માટે વિસ્તારમાં 10 કરોડના ભૂર્ગભ ગટરના કામો, 6 જેટલી સરકારી શાળાઓ અને 23 જેટલી આંગણવાડીઓનું નિર્માણ પણ પાછલા પાંચ વર્ષોમાં થયું છે, પાણીની પાઈપલાઈનના મહત્વના કામો ઉપરાંત વોર્ડ નંબર 1 નો જોડતો મહત્વનો અને રેલ્વે ઓવરબ્રીજ કરોડોના ખર્ચે આકાર પામતા આ વિસ્તારમાં રોજીંદી અવરજવર કરતા વિસ્તારના લોકોને મોટી સુવિધા મળી હોવાનું તારણ સ્થાનિકોનો અભિપ્રાય મેળવતા નીકળે છે.

-ઓવરબ્રીજ અને રોડની સુવિધા લોકો માટે ખુબ ઉપયોગી બની

ઓવરબ્રીજ ઉપરાંત ઓવરબ્રીજથી બેડીબંદર સર્કલ સુધીનો 24 મીટરનો ફોરટ્રેક રોડ ઉપરાંત મોટાભાગના વિસ્તારોંમાં સીસી બ્લોક, સીસી રોડ અને ડામર રોડના કામો લોકસુવિધા માટે થયાનું પૂર્વ કોપોરેટરે mysamachar.inસાથેની વાતચીતમાં જણાવ્યું છે આ તમામ કામો માટે રાજ્યસરકાર, સ્થાનિક મનપાના પદાધિકારીઓ, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પુનમબેન માડમની ગ્રાન્ટ પણ મહત્વની બની છે તેમ પણ વિગત આપતા ઉમેર્યુ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

વિશ્વકક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થામા જામનગરના જ્યોતિષી જીગરભાઈ પંડ્યાને લાઈફ ટાઈમ મેમ્બર તરિકે  નિયુકતિ

વિશ્વકક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થામા જામનગરના જ્યોતિષી જીગરભાઈ પંડ્યાને લાઈફ ટાઈમ મેમ્બર તરિકે  નિયુકતિ

May 20, 2025
જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 15 દિ થી ઠપ્પ….

જામનગર:વેસ્ટ ટુ એનર્જી કંપનીને કોર્પોરેશનની નોટિસો, પણ…

May 20, 2025
ચૂંટણીઓમાં નાણાંનો ખર્ચ કરવા બાબતે, પક્ષો માટે ‘નો લિમિટ’

કચ્છ ભાજપાના મહિલા અગ્રણીના પુત્ર વિરુદ્ધ જામનગરથી કરોડોના લેણાં અંગે કેસ…

May 20, 2025
દ્વારકામાં ઝડપાયેલી નશાકારક હેન્ડ સેનીટાઈઝરની બોટલોના પ્રકરણમાં 7 શખ્સો સામે કાર્યવાહી

દ્વારકામાં ઝડપાયેલી નશાકારક હેન્ડ સેનીટાઈઝરની બોટલોના પ્રકરણમાં 7 શખ્સો સામે કાર્યવાહી

May 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

વિશ્વકક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થામા જામનગરના જ્યોતિષી જીગરભાઈ પંડ્યાને લાઈફ ટાઈમ મેમ્બર તરિકે  નિયુકતિ

વિશ્વકક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થામા જામનગરના જ્યોતિષી જીગરભાઈ પંડ્યાને લાઈફ ટાઈમ મેમ્બર તરિકે  નિયુકતિ

May 20, 2025
જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 15 દિ થી ઠપ્પ….

જામનગર:વેસ્ટ ટુ એનર્જી કંપનીને કોર્પોરેશનની નોટિસો, પણ…

May 20, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®