Mysamachar.in-અમદાવાદઃ
ધનતેરસના દિવસે જામનગર સહિત રાજ્યમાં જ્વેલર્સ બજારમાં ભારે ઘરાકી જોવા મળી રહી છે. તહેવારોને કારણે સોનાના ભાવમાં પણ વધારો આવ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 75 રૂપિયાનો વધારા સાથે 10 ગ્રામના 38,945 રૂપિયા થઇ ગયા છે. એટલું જ નહીં ચાંદીના ભાવમાં પણ રૂપિયા 110નો પ્રતિ કિલોએ વધારા સાથે રૂપિયા 46,410 થયો છે. જ્વલર્સના એક્સપર્ટનું કહેવું છે કે તહેવારને કારણે માગ વધી છે જેના કારણે કિંમતમાં વધારો થયો છે. હજુ પણ એવું લાગી રહ્યું છે કે જો માગ વધશે તો ભાવ વધશે. રૂપિયામાં નબળાઈની વચ્ચે તહેવારની ડિમાન્ડમાં વધારાથી દિલ્હીમાં 24 કેરેટ હાજર સોનાનો ભાવ વધી ગયો. બીજી તરફ, તહેવારની સીઝનમાં માંગ વધવાથી પણ ફાયદો મળ્યો. જોકે, ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં નરમાઈ રહી.