Mysamachar.in-નવસારી:
અમદાવાદમાં રહેતી યુવતીને બ્યુટી પાર્લરનાં ધંધામાં ભાગીદારી કરવાની લાલચ આપી અને નવસારીમાં સામૂહિક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે મૂળ ખેડાની અને અમદાવાદમાં વસવાટ કરતી એક યુવતીને સુરતના શૈલેષ નામના એક યુવક સાથે પરિચય થયો હતો અને પરિચય બાદ યુવતીને બ્યૂટી પાર્લરના ધંધા માટે ભાગીદારી કરી આપવાની લાલચ આપી શૈલેષ નામના શખ્સે યુવતીને સુરત બોલાવી હતી અને યુવતી સુરત પહોંચ્યા બાદ ત્યાંથી નવસારી ખાતેના એક ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. શૈલેષ નામના આરોપીએ તેના મિત્રો સાથે કેફી પીણું પીવડાવી યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યાનો કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો છે,
યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નવસારી ખાતેના એક ફાર્મ હાઉસમાં કેફી પીણું પીવડાવી અને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના અંગે નવસારી પોલીસે શૈલેષ અને તેના મિત્રો ફિયાદ, હેમલ, અને વિમલ નામના ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. નવસારી ગ્રામ્ય પોલીસે આ ઘટનામાં બળાત્કાર સહિતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.