Mysamachar.in-સુરત:
સુરત જહાંગીરપુરા વિસ્તારમાં એક ઢગાની બેશરમ હરકત સામે આવી છે, અને મામલો પોલીસમથક સુધી પહોંચતા પોલીસે CCTVને આધારે આ શખ્સની ધરપકડ કરી છે,
સુરતના જહાંગીરપૂરા વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારની ૧૩ વર્ષીય પુત્રી અનીતા( નામ બદલ્યું છે) જે ધોરણ-૭માં અભ્યાસ કરે છે. તે રવિવારે સવારે ટ્યુશનેથી પરત ફરતી હતી ત્યારે એક બાઇક સવારે જે ૩૫ વર્ષનો ઢગો છે તેને અનીતાને આંતરીને જ્ઞાન ક્લાસિસ ક્યાં છે, તારે બોયફ્રેન્ડ છે કહી અશ્લિલ વાતો કરી હતી. બાદ બાઇક પર ઘરે છોડી દેવાની વાત કરી હતી,
જે બાદ અનીતા ભારે ગભરાઈને ઘરે પહોંચી હતી અને ઘરે પહોંચ્યા બાદ પોતાના માતા-પિતાને તમામ હકીકત જણાવી હતી. જે બાદ પરિવાર પોલીસમથકે પહોંચ્યો હતો અને પોલીસે બાઇક સવારે જ્યાં અનીતાને અટકાવી ત્યાં તપાસ કરતા એક સ્થળના CCTV કેમેરામાં તે દેખાઈ આવતો હતો, જેના આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરતા પોલીસે ગુનો દાખલ કરીને પોલીસે આરોપી રાજેશ ધરમશી ઉ.વ.35 વર્ષની ધરપકડ કરી છે અને આ ઘટનાને લઈને આ શખ્સ સામે ફીટકાર વર્ષી રહ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.