Mysamachar.in-અમદાવાદ:
જેમે જેમ આધુનિક ટેકનોલોજી આવી રહી છે તેના જબરા ફાયદાઓની સાથે ગેરફાયદાઓ લેનાર લોકો પણ છે જ….જે સામે વાળી વ્યક્તિને યેનકેન પ્રકારે ફસાવી અને તેની પાસેથી નાણા ખંખેરે છે, આવો જ એક કિસ્સો અમદાવાદમાં રહેતી સાયન્ટિસ્ટ યુવતી સાથે બન્યો છે.વસ્ત્રાપુરમાં રહેતી એક યુવતી ડોગી ખરીદવા માટે ઓનલાઈન સર્ચ કરી રહી હતી. ત્યારે અચાનક એક ડોગી તેને ગમી જતા તેને જે-તે વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો. ત્યાર પછી તે વ્યક્તિએ ડોગીના વીડિયો તેણીને મોકલ્યા હતા. આથી, આ યુવતીને તે ડોગી એટલી હદે ગમી ગયું કે તેને ખરીદવા માટે તે તુરંત તૈયાર થઈ ગઈ. જેથી ઠગ ટોળકીએ વિવિધ પ્રોસેસના નામે યુવતી પાસેથી 2.64 લાખ જેટલાં રૂપિયા કટકે કટકે પડાવી લીધા.
આમ પહેલા રૂપિયા આપવા છતાં પણ તેને ડોગી ન મળતા યુવતીને પોતે ઠગાઈ થઇ હોવાનો અહેસાસ થયો હતો. આથી, તે યુવતીએ પોતાના રૂપિયા પરત માંગતા યુવતી પાસેથી રિફંડના નામે બીજા 50 હજાર રૂપિયા પડાવી લીધા.આખરે આ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા શ્રેયાને ફેસબુક પરથી પપી ડોગ માટે રિકવાયરમેન્ટ હોવાની પોસ્ટ કરી હતી. જેથી ફેસબુક પર પપીસ એન્ડ ડોગ અડોપ્શન નામે એક નંબર પરથી મેસેજ આવ્યો હતો. જ્યાર બાદ સાયન્ટિસ્ટ શ્રેયાએ સામેથી તે પોતે ડોગ અડોપ્ટ કરવા ઇચ્છે છે તેવો મેસેજ કરતા જ સામેથી બે પપીના વીડિયો મોકલવામાં આવ્યાં. આથી પપીનો વીડિયો ગમતાની સાથે જ શ્રેયાએ તે પપીને ખરીદવા ઇચ્છતી હોવાનું જણાવ્યું. આથી બંન્ને પપીના માત્ર 5000 રૂપિયા કીધા હતાં. જો કે, તેને એડવાન્સમાં 2500 રૂપિયા આપવાનું કહેતા શ્રેયાએ તુરંત પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા.
જ્યાર બાદ વેક્સિનના પૈસા માંગ્યા હતા. તે પૈસા પણ શ્રેયએ સામે વાળી વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધા. આમ કટકે કટકે અલગ અલગ ચાર્જના નામે અઢી લાખથી વધુ ટ્રાન્સફર કરાવી લીધા બાદ જ્યારે તેને ડોગી ન મળતા તે યુવતીએ પરત પૈસાની માંગણી કરી હતી. આથી તે યુવતી પાસેથી જે-તે વ્યક્તિે ફરીવાર રિફન્ડના બહાને 50 હજાર રૂપિયા પડાવી લીધા. જ્યાર બાદ સાયન્ટિસ્ટ શ્રેયાને તેની સાથે ઠગાઇ થઈ હોવાની જાણ થતાં તેઓએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ એનાલિસિસને આધારે તપાસ શરુ કરી છે.