Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યના હજારો ઉમેદવાર માટે ખુશીના સમાચાર એ છે કે, આવતીકાલ તા. 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લોકરક્ષક અને PSI ભરતીઓ માટેના ફોર્મ ઓનલાઈન ભરવાનું શરૂ થઈ જશે. રાજ્યના પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલએ એવી જાહેરાત કરી છે કે, ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ આવતીકાલથી શરૂ થઈ શકે એ માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
Ojas પર પરીક્ષાઓ માટેના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. PSI અને લોકરક્ષક ઉપરાંત બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી કોન્સ્ટેબલ તથા જેલ સિપાહીની ભરતી કરવામાં આવશે. કુલ 12,472 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. આ માટેની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સહિતની વિગતો જાહેર કરી દેવામાં આવી છે.