mysamachar.in-દેવભુમિ દ્વારકા:
દેવભુમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર નજીક ગત મોડી રાત્રીના બંદુકના ભડાકા સાથે આહીરોના બે જૂથો વચ્ચે ધિંગાણું થતાં અફડા તફડી મચી ગઈ હતી, આ ધીંગાણામાં ત્રણ વ્યક્તિને ઇજા થતાં જામનગર અને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે,
જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે જમીનના ડખ્ખાના કારણે કલ્યાણપુર નજીક લીંબડીના પાટીયા પાસે બે દિવસ પહેલા થયેલ માથાકૂટમાં સમાધાન માટે ભેગા થયેલ ખંભાળીયાના ખજૂરીયા ગામના વિપુલ ચંદ્રાવાડિયા,માલદે મેરામણ,લખન મેરામણ વગેરે પર વીરપર ગામના બંદુક સહિત ઘાતક હથીયારો સાથે રામદે ચાવડા,હદો લગારીયા વગેરે ૮ થી ૧૦ શખ્શો વાહનમાં આવીને બંદૂકના ભડાકાથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કરતાં લીંબડીના પાટીયા પાસે ગત મોડી રાત્રીના ભયના માહોલ વચ્ચે ભાગદોડ મચી જવા પામી હતી,
ગત મોડી રાત્રીના બનેલા જુથ અથડામણના બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ વિપુલ નારણને જામનગર ખાનગી હોસ્પીટલમાં અને લખન નામના વ્યક્તિની હાલત ગંભીર હોવાથી રાજકોટ ખાનગી હોસ્પીટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે,
ઘટનાની જાણ થતાં કલ્યાણપૂરના ફોજદાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને આહીરોના બે જૂથો વચ્ચે થયેલ ધીંગાણાની ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરીને નાશી છૂટેલ વીરપર ગામના આહીર શખ્શોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.